________________
૧૬
યોગશતક
રીતે જૈન દર્શન ચેતન અને પુદ્ગલ દ્રવ્ય ખન્નેના અજ્ઞાનમૂલક સંબંધને પરસ્પર અસર ઉપજાવનાર તરીકે માની આત્મામાં ખંધ પરિણામ વાસ્તવિક માને છે અને જ્યારે યેાગ્ય ઉપાયથી એ ખંધ પરિણામની નિવૃત્તિ થાય છે ત્યારે તેમાં વાસ્તવિક મેાક્ષ પરિણામ માને છે. આ રીતે ખંધ અને મેાક્ષ ખન્ને પરિણામેાને ચેતનમાં વાસ્તવિકપણે માનનાર જૈનદર્શન એ ક`પુદ્દગલ અને ચેતન ખન્નેમાં અરસપરસ ગ્રાહ્મગ્રાહકભાવ તાત્ત્વિક રીતે ન માને તા એની મૂળગત ખંધ–માક્ષની કલ્પના જ ન ઘટી શકે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ ગ્રંથકારે ૧૧ મી ગાથામાં પેાતાનું મંતવ્ય રજૂ કર્યુ. છે.
ગ્રંથકાર, જયારે, આ ગાથામાં એમ કહે છે કે જો ક પુદ્ગલ અને આત્મા બન્નેમાં પરસ્પર ગ્રાહ્યગ્રાહકભાવ વાસ્તવિક માનવામાં ન આવે તેા બંધ-મેાક્ષ નહિ ઘટે ત્યારે તેમના અભિપ્રાય સાંખ્ય-યેાગ આદુિં દર્શનાની બંધ તેમજ મેાક્ષવિષયક માન્યતાની અયથાર્થતા દર્શાવવાના છે. ગ્રંથકાર અહીંની પેઠે યાગબિન્દુ આફ્રિ તેમના અનેક ગ્રંથામાં ફરીફરીને એ બાબત ઉપર ભાર આપે છે કે મેાક્ષ માનવે તે પણ ચેતનમાં અને પછી એને વાસ્તવિક ન માનવા, માત્ર ઉપચરિત અને આપિત માનવા, એ બરાબર નથી. જો ખરેખર ચેતનમાં બંધ હૈાય જ નહિ તેા તેમાં મેાક્ષના વિચાર જ અસ્થાને છે. અને જો બંધ તેમજ મેાક્ષ ખનેં ચેતનમાં વાસ્તવિકપણે હાય જ નહિ તેા અંતિમ પુરુષાના આધાર લેખે ચેતન તત્ત્વની માન્યતા પણ નિરર્થક ઠરે છે.
ગ્રંથકારે આગળ ગાથા ૫૬ થી ૫૮ સુધીમાં આ જ વિષયસ્પષ્ટ કરતી ચર્ચા કરતાં કહ્યું છે કે જેમ મધ વગેરે કેફી વસ્તુ જડ ને મૂર્ત હેાવા છતાં તે વિજ્ઞાન જેવી અદ્ભૂત વસ્તુએ પર અસર પાડી તેને વિકૃત કે મંદ બનાવે છે તેમ જ ખીજી કાઈ ઉપકારક ઔષધિ વિજ્ઞાનની પુષ્ટિ અને શુદ્ધિમાં સહાયક