________________
ગાથા ૧૩-૧૬
२१
તેમાં એવા દર્શનને રિકનાર દર્શનમોહ યા અવિધા વિધમાન હોય છે. બીજા ભાગમાં કાષાયિક બળ નબળું પડવાની સાથે જ દશનાહ પણ નબળો પડે છે છતાં તેમાં ચારિત્રનો પ્રતિબંધ કરનાર કર્મ ક્રિયાશીલ અથવા ઉદયમાન હોય છે, તેથી તેમાં દર્શન હેવા છતાં વિરતિ પ્રગટતી નથી.ત્રીજા ભાગમાં ચારિત્રપ્રતિબંધક કર્મ અપાશે મેળું પડતાં વિરતિ પ્રગટે છે. પણ તે પૂર્ણપણે નહિ. જયારે ચોથા ભાગમાં પૂર્ણચારિત્ર પ્રગટે છે, કેમકે તેમાં પૂર્ણચારિત્રનું પ્રતિબંધક કમ મળું પડે છે. ૧૦ આ રીતે અપુનબંધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ચાર અવસ્થામાં પરસ્પર રહેલું તારતમ્ય સ્પષ્ટ છે. પણ પ્રત્યેક ભાગમાં વર્તનાર એક જીવમાં કાળક્રમે અથવા અનેક જીવમાં એક સમયે જે તારતમ્ય હોય છે તે પણ જેવું તેવું નથી હોતું, કેમકે જેમ જેમ દેને હાસ થાય તેમ તેમ શુદ્ધિ પ્રગટે છે અને એવો હાસ સૌને એકસાથે એકસરખો નથી હોતો.
ઉપર યોગકાળના સ્થૂળ રીતે ચાર ભાગ પાડી યોગના સાધકનું અપુનબંધક આદિરૂપે જે વગીકરણ કર્યું તેને જન પરિભાષામાં ગુણસ્થાનના નામથી ઓળખાવેલું છે. અપુનબંધક જીવ એ પ્રથમ ગુણસ્થાનની હીયમાન–ઘટતી જતી અવસ્થા અને ચતુર્થી ગુણસ્થાનની યા ગ્રંથિભેદની પૂર્વ સ્થિતિમાં હોય છે, સમ્યગ્દષ્ટિજીવ ચોથા ગુણસ્થાનમાં લેખાય છે, દેશવિરતિ પાંચમા માં ને સર્વવિરતિ છઠ્ઠાથી ચૌદમાં ગુણસ્થાન સુધી લેખાય છે.
ગ્રંથકારે તેરમી ગાથામાં અપુનબંધકનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે તે ઉત્કટ સંકલેશથી-કષાયથી પાપ નથી આચરત, ભેગનું
૧૦. આ જ વસ્તુ જેને પરિભાષામાં એવી રીતે પણ કહેવામાં આવી છે કે ચારિત્રમોહનીય કર્મ પલ્યોપમપૃથકા જેટલું નિવૃત્ત થાય ત્યારે દેશવિરતિ અને સંખ્યાતસાગરોપમ જેટલું નિવૃત્ત થાય ત્યારે સર્વવિરતિ આવે છે. ( બિંદુ ટીકા-ક ૩૫-૩૫૩)