________________
ગરતક
છે. એમણે મુખ્યપણે બે આંતરિક કારણેનું સૂચન કર્યું છે. એક અભાવાત્મક ને બીજું ભાવાત્મક. પહેલું કર્યાવરણના હાસ-નિવૃત્તિરૂપ છે, જ્યારે બીજું વિશિષ્ટજ્ઞાન અર્થાત્ સંજ્ઞાનરૂપ છે. પ્રસ્તુત ગ્રંથને વિષય આધ્યામિક હેઈ અત્રે આધ્યાત્મિક દૃષ્ટિએ જ મુખ્યપણે વિચારવાનું પ્રાપ્ત થાય છે. પરંતુ એ દષ્ટિને બરાબર સમજવા માટે એની વ્યાવહારિક દૃષ્ટિ સાથે પ્રાસંગિક તુલના જરૂરી છે, તેથી એ વિશે અહીં થોડી ચર્ચા કરી લઈએ.
આધ્યાત્મિક દૃષ્ટિ એટલે મુખ્યપણે આત્માને લગતી બાબતેની વિચારણા અને વ્યાવહારિક એટલે મુખ્યપણે આમેતર
તત્ત્વોની વિચારણા યા ગવેષણ. પહેલી દૃષ્ટિમાં આધ્યાત્મિક અને વ્યાવ- આત્માનું તાત્વિક સ્વરૂપ, તેને સ્પષ્ટ પ્રતીત હારિક જ્ઞાનની મર્યાદા કરવાનાં અને પ્રગટાવવાનાં સાધનો તેમજ
| અંતિમ સાધ્ય આદિને વિચાર મુખ્યપણે થાય છે, જ્યારે બીજીમાં આત્મા સિવાયનાં ત કયાં છે, તેમને પરસ્પર સંબંધ શો છે,અને દુન્વયી જીવનમાં એમનું સ્થાન શું છે વગેરે બાબતોનો વિચાર થાય છે. બંને દષ્ટિએ એકબીથી સ્વતંત્ર હવા છતાં તદ્દન પરસ્પર-નિરપેક્ષ નથી. આધ્યાત્મિક દૃષ્ટિ પ્રગટે, તેને વિકાસ થાય ત્યારે ઘણી વાર એમ પણ બને છે કે એને પ્રાકટચ અને વિકાસના પ્રમાણમાં વ્યાવહારિક જ્ઞાન બહુ ઓછું પણ હોય છે અને કેટલીક વાર બ્રાન્ત અને સંશયાત્મક પણ હોય છે. તેથી ઊલટું, મોટે ભાગે એ પણ જોવામાં આવે છે કે વ્યાવહારિક દૃષ્ટિની મર્યાદામાં સમાતા અનેક વિષયના જ્ઞાન-વિજ્ઞાનને વિકાસ પુષ્કળ પ્રમાણમાં હોય ત્યારે પણ આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રાકટય હેતું જ નથી. આ રીતે બન્ને દૃષ્ટિની મર્યાદામાં સમાવેશ પામતાં જ્ઞાન કે વિધાઓ નિયમથી સાથે જ હોય એમ સામાન્ય રીતે નથી બનતું; તેમ છતાં કઈ એવી વિરલ વ્યકિત પણ સંભવે ખરી કે જેમાં અને દૃષ્ટિઓ સાથે કામ કરતી હોય, અને બંનેને