________________
યોગશતક
આત્મસ્વરૂપને લગતા નિર્ણયના છ મુદ્દાઓ છે, જેવા કે (૧) આત્મા છે, (૨) તે નિત્ય છે, (૩) તે કર્મને કર્તા છે, (૪) તે કર્મફળને ભક્તા છે, (૫) નિર્વાણ છે, અને (૬) તેને ઉપાય પણ છે. પહેલો અર્થ કાયિક વ્યાપાર સૂચવે છે જ્યારે બીજો માનસિક નિર્ણયવ્યાપાર સૂચવે છે. ભૂષણ અને સ્થાન સાથે ગાથામાં “આદિ પદ છે તેથી સમ્યક્ત્વ સાથે સંબંધ ધરાવતાં ઉપર નિદેશેલાં સડસઠ અંગો અહીં લેવાં જોઈએ. આવાં સડસઠ અંગોની પ્રાપ્તિ કે સિદ્ધિ એ આંતરિક સમ્યકત્વપરિણામનાં પ્રતીક માત્ર છે. એ પરિણામભાવ તે આધ્યાત્મિક માર્ગના વિકાસક્રમમાં શુદ્ધિનું પ્રથમ સોપાન ચા પ્રથમ સામાયિક લેખવામાં આવ્યું છે. એ જ્ઞાનાવરણના હાસથી અને વિશેષજ્ઞાનથી સંભવે છે. સમત્વયુક્ત મુનિની નિષિદ્ધ અને વિહિતમાં નિવૃત્તિ-પ્રવૃત્તિ किरिया उ दंडजोगेण चक्कभमणं व होइ एयस्स । आणाजोगा पुव्वाणुवेहओ चेव नवरं ति ॥ १९ ॥ वासीचंदणकप्पो समसुहदुक्खो मुणी समक्खाओ। भवमोक्खापडिबद्धो अओ य पाएण सत्थेसु ॥ २० ॥
અર્થ–જેમ દંડના સંબંધથી મળેલા વેગ પ્રમાણે ચક્રની ગતિ થાય છે તેમ આજ્ઞાના વેગથી કેવળ, પ્રથમ પડેલા સંસ્કાર પ્રમાણે, એ સમત્વયુક્ત સાધકની નિવૃત્તિપ્રવૃત્તિરૂપ ચર્ચા થાય છે એમ સમજવું. (૧૯)
એ જ કારણથી શાસ્ત્રમાં મુનિને વાસીચંદનસદશ, સુખ-દુઃખમાં સમ, તેમજ સંસાર અને મોક્ષમાં અનાસક્ત કહે છે. (૨૦)
સમજૂતી–કઈ પણ સાધકની જીવનચર્યાં છેવટે તે અમુક નિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ અને અમુક વિહિત વસ્તુઓના સ્વીકાર