________________
માથા ૨૩ કશે ભેદ નથી હોત. પાતંજલસૂત્ર ચિત્તવૃત્તિઓના નિધને યોગ કહે છે ત્યારે તે મુખ્યપણે ચિત્તવૃત્તિગત કલેશના નિધને યોગ કહી સંપ્રજ્ઞાતયોગને સંગૃહીત કરે છે અને જ્યારે તે કલેશના બીજ રહિત એવી સર્વવૃત્તિઓના નિરોધને પણ યોગ કહે છે ત્યારે તે અંતિમ કોટિના અસંપ્રજ્ઞાતયોગને સંગૃહીત કરે છે. સર્વવૃત્તિના નિરોધની અંતિમ સ્થિતિ એ ચિત્તને કારણમાં પ્રતિપ્રસવ કે પ્રલય છે, જે વિદેહમુક્તિનું સાધન છે. બૌદ્ધ પરંપરા કુશલ પ્રવૃત્તિને યોગ તરીકે વર્ણવે છે, ત્યારે તે પાતંજલ લક્ષણસૂચિત વિશુદ્ધ ચિત્તસ્થિતિમાંથી ઉદ્ભવતા કુશલ – સર્વ હિતકારી ને વિવેકી જીવનધર્મને દર્શાવે છે. પહેલા લક્ષણમાં મુખ્યપણે ભૂમિશુદ્ધિ અભિપ્રેત છે, જ્યારે બીજામાં એવી ભૂમિશુદ્ધિમાંથી નીપજતું પરિણામ અભિપ્રેત છે. જૈનસંમત લક્ષણ ઉપરનાં બને અભાવ ને ભાવાત્મક લક્ષણોને સમાવતાં એટલું જ કહે છે કે જે મોક્ષ સાથે જોડે તે યોગ. આનો અર્થ એ થયો કે ચિત્તશુદ્ધિ કે ચિત્તશુદ્ધિમાંથી નીપજતો જીવનધર્મ એ બને છેવટે તો મોક્ષપર્યવસાયી જ છે. જે જીવનવ્યાપાર જીવને મોક્ષ ભણી લઈ જાય તેના મૂળમાં અકિલષ્ટપણે તે હેવું જ જોઈએ અને જ્યાં કલેશો ગયા ત્યાં કદી અકુશળ પ્રવૃતિ સંભવે જ નહિ. આ રીતે એકમાં કારણ, બીજામાં કાર્ય ને ત્રીજા લક્ષણમાં ઉભયનો સમાવેશ છે. એટલે ભિન્ન ભિન્ન શબ્દોમાં ગૂંથાયેલાં લક્ષણે પણ તત્ત્વતઃ એક જ લક્ષ્યને દર્શાવે છે. આ રીતે ગ્રંથકારે વ્યાપક દૃષ્ટિએ બધા જ યોગાધિકારીઓના સમુચિત અનુષ્ઠાનને યોગ કોટિમાં ગણી તેમાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી બંધાયેલાં જુદાં જુદાં લક્ષણો કેવી રીતે સંવાદ પામે છે તે ૨૨ મી ગાથામાં દર્શાવ્યું છે.
પ્રવૃત્તિની શુદ્ધિને ખુલાસે एएसि पि य पायंऽपज्झाणाजोगओ उ उचियम्मि । अणुढाणम्मि पवित्ती जायइ तह सुपरिसुद्धि त्ति ॥ २३ ॥