________________
યોગશતક અર્થ–એ ભિન્ન ભિન્ન અધિકારીઓની પ્રવૃત્તિ, માટે ભાગે અપધ્યાનને વેગ ન હોવાથી, ઉચિત કાર્યમાં જ થાય છે તેમજ તે વધારે શુદ્ધ પણ હોય છે. (૨૩)
સમજૂતી–સાધારણ લોકોમાં અને કેટલીક વાર શિક્ષિત હોય એવા લોકોમાં એક માન્યતા પ્રવર્તે છે કે કોઈ યોગ સાથે કે યોગની દિશામાં આગળ વધે ત્યારે એને કાંઈ કરવાપણું નથી રહેતું યા બહુ ઓછું રહે છે, કેમકે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી એ યોગ સાથે સંગત નથી. જાણે આ ભ્રમ નિવારવા જ ગ્રંથકારે ૨૩મી ગાથા રચી હોય એમ લાગે છે. તેઓ એમ કહે છે કે તમામ જાતના યોગાધિકારીઓને પ્રવૃત્તિ તો હોય જ છે, પણ તે સમુચિત કતવ્યને લગતી હોય છે. તેઓ કદી અનુચિત કર્તવ્યમાં પ્રવૃત્ત નથી થતા, કારણ કે તેમનામાં ઘણે ભાગે દુર્યાન કે કલેશસંસ્કારને અભાવ જ હોય છે. કોઈ પણ કાર્યની અનુચિતતાનું પ્રેરક તત્ત્વ એ તો કલેશવાસના જ છે. જ્યાં એવી વાસના ન હાય યા જયાં ઓછામાં ઓછી હોય ત્યાં સહેજે ઉચિત કાર્યમાં જ પ્રવૃત્તિ થવાની અને તેથી તે વિશેષ શુદ્ધ પણ હેવાની. આ રીતે ગ્રંથકાર સૂચવે છે કે યોગને પ્રવૃત્તિ સાથે વિરોધ નથી, પણ કલેશવાસના સાથે વિરોધ છે. એટલે કલેશવાસનાઓથી નિવૃત્ત થવું એ યોગની નિવૃત્તિ બાજુ છે, અને તેમાંથી ફલિત થતી સમુચિત પ્રવૃત્તિ એ ગની પ્રવૃત્તિ બાજુ છે. આ રીતે નિવૃત્તિ પ્રવૃત્તિ ઉભયસ્વરૂપી યોગ એ જ ખરે યોગ છે અને એ જ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે.
યોગ્યતા પ્રમાણે ઉપદેશ गुरुणा लिंगेहिं तओ एएसिं भूमिगं मुणेऊणं । उवएसो दायव्वो जहोचियं ओसहाहरणा ॥ २४ ॥ અર્થતેથી જ ભિન્ન ભિન્ન ગ્યતાવાળા સાધકોની