________________
યેગશતક કરાવ–એ ઉપર્યુક્ત ભિન્ન ભિન્ન કેટિના બધા જીવોના અનુષ્ઠાનમાં ઘટે છે. (૨૨)
સમજૂતી–અપુનબંધકથી લઈ સર્વવિરતિ સુધી અધિકારીએના મુખ્ય ચાર વર્ગ છે. દરેક વર્ગમાં પણ અધિકાર પરત્વે તારતમ્ય છે જ. એવી ભિન્ન ભિન્ન ગ્યતાવાળા સમસ્ત અધિકારીઓના પિોતપોતાની ભૂમિકાને અનુરૂપ હોય એવા બધા જ પ્રકારના ધર્મવ્યાપારને યોગ કટિમાં ગણવાની સામાન્ય કસોટી શી ? એ પ્રશ્નને ઉત્તર ગ્રંથકારે ગાથા ૨૧માં આપ્યો છે. તે કહે છે કે સામાન્ય કસોટી માત્ર એક જ છે અને તે શાસ્ત્રાજ્ઞાને અનુસરવાની. ભૂમિકાભેદ પ્રમાણે ચાલતા અધિકારીને કઈ પણ ધર્મવ્યાપાર અર્થાત્ ઉચિત અનુષ્ઠાન જે સ્વચ્છેદી ન હોય અને અનુભવી પુરુષનાં વચનને અનુસરી વિવેકપૂર્વક ચાલતો હોય તો તે યોગ કોટિમાં લેખાય છે.
ગ્રંથકાર સામે એ પ્રશ્ન તો છે જ કે તમે વિહિત અનુઠાન કે ધર્મવ્યાપારને યોગ કોટિમાં લખે છે તો શું એવા ધર્મવ્યાપારમાં જુદી જુદી પરંપરાઓને સંમત એવાં કેગનાં બધાં જ લક્ષણે ઘટે છે કે માત્ર જનપરંપરાસંમત ? એને ઉત્તર ગ્રંથકાર આપે છે કે જન-જૈનેતર પરંપરાઓમાં ગનાં લક્ષણો જુદાં જુદાં છે, પણ તે બધાં જ લક્ષણો ઉપરસૂચિત ધર્મવ્યાપારમાં ઘટે છે. આમ કહી ગ્રંથકાર મુખ્યપણે યોગનાં ત્રણ લક્ષણો નિદેશે છે: પહેલું સાંખ્ય–યોગપરંપરાસંમત પાતંજલયોગનું, બીજું બૌદ્ધ પરંપરાસંમત, ત્રીજું જૈન પરંપરાસંમત. ચિત્તવૃત્તિનિરોધ એ પાતંજલ લક્ષણ છે, કુશળ પ્રવૃત્તિ એ બૌદ્ધ લક્ષણ છે અને મોક્ષને સંયોગ એ જૈન લક્ષણ છે. શાબ્દિક રચના જોતાં લક્ષણોમાં ભેદ દેખાય છે, પણ લક્ષણ એ લક્ષ્ય યા લક્ષિત વસ્તુનું સ્વરૂપ હાઈ
સ્વરૂપના એક યા બીજા પાસાને દર્શાવનારું હૈય છે, તેથી તેમાં શબ્દભેદ અનિવાર્યપણે આવી જાય છે, છતાં તેના અંતિમ તાત્પર્યમાં