________________
ગશતક પૂરતી આટલી ચર્ચા થઈ, હવે એ ગાથાગત મૂળવિષય ઉપર આવીએ. ગાથામાં “
far” અને “માકાણાવાના” એ બે પદ છે. પહેલાને અર્થ છે ‘વિશેષજ્ઞાન જે ભાવાત્મક છે, ને બીજાને અર્થ છે “આવરણને વિશિષ્ટ હાસ” જે અભાવાત્મક છે. દર્શનમોહ અને કાંઈક અંશે ચારિત્રમોહ એ બેને હાસ થાય, અર્થાત એની બાધક શક્તિ નબળી પડે ત્યારે સાથેસાથે જ્ઞાનાવરણના હાસથી જ્ઞાન પણ પ્રગટે છે. એટલે દર્શનમોહ, આંશિક ચારિત્રમોહ અને જ્ઞાનાવરણ એ ત્રણેને હાસ અને એને પરિણામે ઉત્પન્ન થતું જ્ઞાન જે આત્મપરિણામિ જ્ઞાન કહેવાય, એ બે કારણોને લીધે જીવમાં જે આધ્યાત્મિક શુદ્ધિ પ્રગટે છે તે શુદ્ધ સામાચિકની પ્રાથમિક સ્થિતિ છે. આ પ્રાથમિક સ્થિતિને પ્રગટવાનાં કારણો દર્શાવ્યા બાદ ગ્રંથકારે એ પણ દર્શાવ્યું છે કે એવી સામાયિક શુદ્ધિના પરિણામરૂપે જીવનમાં કે કેવો ફેરફાર થાય અને કેવાં લક્ષણો દષ્ટિગોચર થાય. ગ્રંથકારે બહુ જ ટૂંકામાં એટલે જ સંકેત કર્યો છે કે ભૂષણ અને સ્થાન આદિની પ્રાપ્તિ કે સિદ્ધિમાં એ પ્રાથમિક શુદ્ધ સામાયિક પર્યવસાન પામે છે. હવે આ સંકેતને અર્થ વિચારીએ. અને સોથી પાછળ થનારુ તે જ વિષયને લગતું સર્વાગીણ જ્ઞાન તે પ્રજ્ઞા. આ રીતે સંજ્ઞા, વિજ્ઞાન અને પ્રજ્ઞા એ ત્રણમાં પ્રજ્ઞા એ જ્ઞાનની સર્વોચ્ચ કક્ષા છે. આ વાતને સમજાવવા તેમણે એક દાખલો આપ્યો છે જે શ્રી હરિભદ્ર વિષય પ્રતિભાસ આદિ ત્રિવિધ જ્ઞાનને સમજાવવા આપેલા રત્ન આદિના દાખલાને મળતો છે. જેમ કે, કોઈ અવિકસિત બુદ્ધિનું બાળક સામે પડેલા સોનારૂપાના સિક્કાઓને “આ કાંઈક પીળું કે ધોળું છે? એટલું જાણે તે સંજ્ઞા; પછી બીજે ગ્રામ્યપુરુષ એ સિક્કાઓ કામમાં આવે, એની કીંમત આવે ઇત્યાદિ જાણે ત્યારે તે વિજ્ઞાન અને કાઈ ખરેખર પરીક્ષક સુવર્ણકાર એ સિક્કાઓની બનાવટ તેમજ એને લગતું બધું જ્ઞાન ધરાવે ત્યારે તે પ્રજ્ઞા. આમ વ્યાવહારિક દાખલાથી બુદ્ધ જ્ઞાનની ત્રણ વિકસતી કક્ષાઓ વર્ણવી છે, તેમાં પ્રજ્ઞા એ અંતિમ કક્ષા છે.