________________
માથા ૧૯-૨૦
૩૧
દ્વારા જ ચાલે છે. પશુ ઉપર કહેવામાં આવ્યું છે કે જ્યારે નિષિદ્ધ અને વિહિત ખન્ને ખાખતા પ્રત્યે સમભાવ પ્રગટતેા જાય છે અને અણગમા કે ગમાનું તત્ત્વ ઘટતું જાય છે ત્યારે જ વાસ્તવમાં સમત્વ કે સામાયિક-શુદ્ધિ શરૂ થાય છે. પરંતુ અહીં જ પ્રશ્ન ઉદ્દભવે છે કે એક વાર સમત્વ પ્રગટ થાય અને તે નિષિદ્ધ કે વિહિત ખન્ને બાબતેામાં ઉત્તરાત્તર સાધકના વિકાસના પ્રમાણમાં વધતું જાય તે। એવી સ્થિતિમાં તેની જીવનચર્યાં કેમ ચાલે ? દેહપેાષણ પૂરતી, વૈયક્તિક અને સામાજિક જીવન જીવવા પૂરતી જવનચર્યાં તે! ફ્રેંડ ટકે ત્યાંલગી આવશ્યક જ છે. તે વિના તે ધર્મ કે યોગની સાધના પણ નથી સંભવતી અને એવી જીવનચર્યામાં તા વિધિ-નિષેધની મર્યાદા હાય જ છે કે જે અણુગમા ને ગમા સાથે સ`કલિત છે, જયારે સમત્વ એ ગમા-અણુગમાથી પર છે. એટલે સમત્વનેા આવિર્ભાવ ને વિકાસ એ જીવનચર્યાંના બાધકે કેમ ન થાય ? ગ્રંથકાર ગાથા ૧૯ ને ૨૦માં આના ઉત્તર આપતા લાગે છે. તેઓ કહે છે કે ઉપર ઉપરથી જોતાં અણુગમા ને ગમાના તત્ત્વ સાથે સમત્વ પરિણામના વિરેાધ લાગે છે ખરા, પણ સમત્વ આવતાં અને તેના વિકાસ થતાંય જીવનચર્યાં પૂર્વવત્ ચાલુ રહે છે, પરંતુ તે શુદ્ધિની ભૂમિકા ઉપર દૈહિક અને માનસિક બધી જ જીવનચર્યાં ભલે વિધિ-નિષેધની મર્યાદામાં ચાલતી હૈાય, પણ તે શરૂઆતમાં પડેલા શાસ્ત્રાનુસારી વિધિ-નિષેધના સંસ્કારાને લીધે જ ચાલે છે. પ્રારભમાં જ્યારે સાધક અપકવ દશામાં હૈાય ત્યારે તે સુયેાગ્ય ગુરુ કે ઉત્તરસાધકનું શરણુ સ્વીકારે છે, અગર તેા શાસ્ત્રાજ્ઞાએને વિવેકથી અનુસરે છે. તેથી એનામાં વિચાર અને આચારને લગતા ઘણા સુસંસ્કારે દઢમૂલ થાય છે. જ્યારે તે સાધક વિકાસમાં પરિપાક સાધતા જાય અને તેનું આત્મ-સામર્થ્ય' સ્વાવલખી બનતું જાય ત્યારે પણ પ્રથમ ઝીલેલા સુસ`સ્કારો એને જીવનચર્યાંનું ચક્ર ચાલુ