________________
ગાથા ૧૯
२७
લગતી વિધાએ ઠીક ઠીક પ્રમાણમાં વિકસી હૈાય. આ બધું કેમ ખને છે એના ખુલાસા આધ્યાત્મિક ચિંતાએ અંતમુ ખ-નિરીક્ષણુ દ્વારા કર્યાં છે. પરિભાષાના ભેદ્ય બાદ કરતાં એ ખાખત વિશે ભિન્ન ભિન્ન આધ્યાત્મિક પરપરાએમાં કશે! જ મતભેદ નથી. અહીં એ વિચાર મુખ્યપણે જૈન પરિભાષાને અવલખી દર્શાવ
વામાં આવ્યા છે.
કોઇ પણ પ્રકારના જ્ઞાનને આવિર્ભાવ પામતાં કે તે કમ યા સંસ્કાર જ્ઞાનાવરણુ ચા પ્રકાશાવરણ કહેવાય છે. આત્માની પ્રતીતિ કે તેના સ્વરૂપનાં દર્શનને આવિર્ભાવ પામતાં જે કમ રોકે છે તે દનમાહ ચા અવિદ્યા કહેવાય છે. આત્મપ્રતીતિ થયા પછી પણ એ પ્રતીતિને અનુસરી વન કરવા કે ચારિત્ર ઘડવામાં જે સ'સ્કાર। . આડે આવે છે તે ચારિત્રમાહ છે. દર્શનમેાહ અને ચારિત્રમેાહનું બળ પૂરેપૂરું ઢાય ત્યારે પણ જ્ઞાનાવરણનું અર્થાત્ વસ્તુત: અજ્ઞાનાવરણુનું બળ ઘણી વાર ઘટે છે, તેથી કરીને અનેક સ્થૂળ-સૂક્ષ્મ વિષયાને લગતાં નાનાવિધ જ્ઞાન-વિજ્ઞાના પણ મનુષ્ય મેળવી શકે છે. આવાં જ્ઞાન-વિજ્ઞાના તે તે વિષયની મર્યાદામાં ચાક્કસ અને અખાધિત હાઈ પ્રમાણભૂત સ’ભવે છે, તેમ છતાં એની સાથે આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રાકટય ન હોય તેા એવાં જ્ઞાન-વિજ્ઞાને આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન કેાર્ટિમાં પડે છે. તે એટલા માટે નહિ કે એ ખાટાં છે અથવા એનું કશું જ મૂલ્ય નથી, પણ એટલા માટે કે આધ્યાત્મિક દૃષ્ટિ પ્રગટેલી ન હેાવાથી તેવાં જ્ઞાન-વિજ્ઞાનાના આત્મશુદ્ધિના વિકાસમાં ઉપયાગ થતા નથી. ઊલટું, ઘણી વાર તે આત્માની અશુદ્ધિને પાધે છે. તેથી કરીને આધ્યાત્મિક દૃષ્ટિવિહીન જ્ઞાનવિજ્ઞાના જે જ્ઞાનાવરણના હાસથી ઉદય પામે તેને અજ્ઞાનાવરણના હાસ કહે છે, એટલે કે એ આવરણુહાસથી આવરણ ન રહે ત્યારે પણ પ્રગટેલાં જ્ઞાના વ્યવહારદષ્ટિએ ગમે તેટલાં મહત્ત્વનાં હાય છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે.