________________
ગાથા ૧૮
ઉદ્રકાના પ્રમાણમાં એટલી બધી અસ્થિર અને નબળી હોય છે કે તેથી તે સમાધિકેટિમાં ગણવા લાયક નથી. અહીં ગ્રંથકારે જે શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રણની વાત કરી છે તે ભૂમિકા એ વિક્ષિપ્ત ચિત્ત પછીની છે, કેમ કે ગ્રંથકાર જે ભૂમિકાને લક્ષી વાત કરે છે તેમાં અશુદ્ધિનો અંશ હોવા છતાં શુદ્ધિનું મંડાણ પાકે પાયે શરૂ થયું છે, તેથી ગ્રંથકારે સૂચવેલી એ ભૂમિકા વ્યાસની પરિભાષામાં એકાગ્ર ચિત્તની કોટિમાં આવે. (વ્યાસભાષ્ય, ૧. ૧.)
પ્રથમ સમ્યકત્વ સામાયિક અને તેનાં કારણે एवं विसेसनाणा आवरणावगमभेयओ चेव । इय दट्ठव्वं पढमं ११भूसणठाणाइपत्तिसमं ॥ १८ ॥
અર્થ—એ શુદ્ધ સામાયિક વિશેષજ્ઞાનથી તેમજ આવરણભંગના તારતમ્યથી થાય છે. આ રીતે ભૂષણ, સ્થાન આદિની સિદ્ધિરૂપ સમત્વને પ્રથમ સામાયિક અર્થાત્ સમ્યકત્વ સામાયિક સમજવું. (૧૮)
સમજૂતી--ચિત્તમાં અસમભાવ કે અશુદ્ધિ હોય ત્યારે પણ સમભાવ યા સ્થિરતાના પ્રમાણમાં ચિત્તશુદ્ધિ પ્રગટવાની અર્થાત્ શુદ્ધ સામાયિક હોવાની વાત ઉપર કહી છે. પ્રસ્તુત ગાથામાં ગ્રંથકાર એ શુદ્ધ સામયિક પ્રગટ થવાનાં આંતરિક કારણે દર્શાવે
૧૧. પ્રતિમાં વંચાયા પ્રમાણેને પાઠ તો “પુસળ” છે. એને કોઈ અર્થે પ્રસ્તુતમાં બંધબેસત થતો નથી. લાંબા વિચાર પછી “મૂલ” પાઠ જ મૌલિક હોવાની કલ્પના આવી છે, તેથી તેને અનુસરી અર્થ કરવામાં આવ્યો છે. ‘મૂસા પાઠની કલ્પનાના રેષક પ્રમાણમાં મુખ્ય એ છે કે ગ્રંથકારે પોતે જ એમના “સંબંધ પ્રકરણ” (પા. ૩૩) અને “સમ્યકત્વસતિ (પા. ૨)નામના ગ્રંથમાં સમ્યકત્વનાં સડસઠ અંગે દર્શાવતાં મૂલ” પદ નિર્દેશ્ય છે અને ઉ. યશોવિજયજીએ પણ સડસઠ બેલની સજઝાય - માં “મણ” પદ લઈ તેને અર્થ કર્યો છે. જુઓ આ જ ગાથાની સમજૂતી.