________________
મથા ૧૭
સમજૂતી–સોળમી ગાથામાં સામાયિકની શુદ્ધિના તારતમ્યને લીધે યોગને અધિકાર કે અધિકારી અનેક પ્રકારે સંભવે
છે એમ સૂચવવામાં આવ્યું છે. પરંતુ પ્રશ્ન એક જ સમયે ચિત્તમાં એ થાય છે કે જ્યારે સામાયિક ઉદ્ભવ્યું જ સંભવતી શુદ્ધિ-અશુદ્ધિ- ન હોય ત્યારે તો ચિત્તમાં માત્ર કલેશકૃત ને ખુલાસે અશુદ્ધિ જ હોય છે અને જ્યારે સામાયિક
પૂર્ણતાએ પહોંચ્યું હોય ત્યારે ચિત્તમાં અશુદ્ધિને સંભવ જ નથી હોતો; પણુ આ તો બે છેડા થયા, આવા આદિ અને અંતના છેડા વચ્ચેની ચિરસ્થિતિ જેમાં સામાયિક આવિર્ભાવ તે પામ્યું હોય, પણ ઓછેવત્તે અંશે કલેશનું અસ્તિત્વ હોય ત્યારે એ સામાયિક નથી હોતું પૂર્ણ શુદ્ધ, કે નથી હોતું પૂર્ણ અશુદ્ધ, એટલે એ વચલી ભૂમિકામાં રહેલા શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રણનું કયા લક્ષણથી પૃથકકરણ કરવું અર્થાત્ અશુદ્ધિને કઈ રીતે ઓળખવી અને શુદ્ધિને કઈ રીતે. આને ઉત્તર આપતાં ગ્રંથકાર ગાથા સત્તરમીમાં દર્શાવે છે કે કલેશોની મંદતાથી સામાયિક ઉદ્ભવ્યું હોય એવી વ્યકિતને પણ શાસનિષિદ્ધ વસ્તુઓ પ્રત્યે અણગમો કે દ્વેષ અંશતઃ પણ હોય છે અને શાસ્ત્રવિહિત વસ્તુઓ પ્રત્યે કાંઈક ને કાંઈક અનુરાગનું વલણ હોય જ છે, તેથી કરીને એવી પ્રાથમિક ભૂમિકામાં તેનું સામાયિક શ્રેષ અને રામની માત્રાના પ્રમાણમાં અશુદ્ધ જ સમજવું. રાગ કે શ્રેષ ભલે તે વિહિત કે નિષિદ્ધ વસ્તુને લગતા અને અલ્પાંશે પણું હોય, છતાં એ મળરૂપ હાઈ એટલે અંશે તે વખતે સામાયિકમાં અશુદ્ધિ જ આણે છે, તેમ છતાં સામાયિકધારી વ્યકિત નિષિદ્ધ અને વિહિત વસ્તુઓ પ્રત્યે સમભાવનું વલણ પણ ધરાવતી હોય છે, તેથી જેટલે અંશે નિષિદ્ધ અને વિહિત વસ્તુઓ પ્રત્યે સમભાવનું વલણ પ્રગટયું હોય અથવા તો એવા અણગમા – દૈષ કે અનુરાગને લેશ પણ અવકાશ ન હોય તેટલે અંશે એ સામાયિક