________________
ગરતક
બહુમાન નથી કરતો, અને પ્રત્યેક જીવનવ્યવહારમાં ન્યાયપૂર્વક વસે છે. આ લક્ષણમાં ક્યાંય આત્મદર્શનને ઉલેખ નથી. પણ એની યોગ્યતાને સંકેત છે. ચૌદમી ગાથામાં સમ્યગ્દષ્ટિનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે, તેનામાં ધર્મતત્વની ઉત્કટ જિજ્ઞાસા, ધર્મપ્રત્યે આદર, માનસિક સ્વસ્થતાપૂર્વક ગુણજનની પૂજા ઈત્યાદિ હેય છે. આમાં ધર્મતત્ત્વની જિજ્ઞાસા દ્વારા આત્મદર્શન સૂચવાયેલું છે, પરંતુ કોઈ પણ જાતની વિરતિને નિર્દેશ નથી. ગાથા પંદર અને સોળમાં દેશચારિત્રી અને સર્વચારિત્રીનાં લક્ષણો દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે તે ક્રિયાતત્પર અને મોક્ષમાર્ગે ચાલનાર હોય છે, એમાં ચારિત્રને સંકેત છે.
ગાથા સાળમાં ગ્રંથકારે એક ખાસ અગત્યની વાત નેધી છે. તે એ કે ચારિત્ર એટલે સમતા; અર્થાત્ રાગ કે દ્વેષના વમળમાં ન અટવાતાં તદ્દન સ્થિર રહેવું તે. પણ આવી સમતા. અથવા સ્થિરતા જે જૈન પરિભાષામાં સામાયિક કહેવાય છે તે ચિત્તશુદ્ધિના તારતમ્ય પ્રમાણે ઓછીવત્તી હોવાથી એનાં અનેક ચડતાં ઉતરતાં રોપાન છે. એમાં શુદ્ધિનું સૌથી છેલ્લું સંપાન એ પૂર્ણ વીતરાગ અવસ્થા છે, જેમાં કોઈ પણ જાતના સંકલેશનાં બીજ સુધ્ધાં અસ્તિત્વમાં નથી હોતાં. •
સામાયિકની અશુદ્ધિ ને શુદ્ધિને ખુલાસે पडिसिद्धसु य देसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं सुद्धं समयाए दोसुं पि ॥ १७ ॥
અર્થ–શાસ્ત્રમાં નિષેધેલી બાબતોમાં દ્વેષ – અપ્રીતિને લીધે અને આદેશેલી બાબતમાં છેડા પણ રાગને લીધે, સામાયિક અશુદ્ધ થાય છે, પણ જે આ નિષિદ્ધ-વિહિત બન્નેમાં સમભાવ હોય તે તે સામાયિક શુદ્ધ જાણવું. (૧૭)