________________
માથા ૧૩-૧૬
અર્થ–જે ઉત્કટ કલેશપૂર્વક પાપકર્મ ન કરે, જે ભયાનક દુખપૂર્ણ સંસારમાં રપ ન રહે અને બધી આબતોમાં કૌટુંબિક, લૌકિક, ધાર્મિક વગેરેમાં–ન્યાયયુક્ત મર્યાદા પાળે, તે અપુનબંધક છે. (૧૩)
ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મ પ્રત્યે પ્રીતિ, સમાધાન કે સ્વસ્થતા સચવાય એ રીતે ગુરુને દેવની નિયમિત પરિચર્યા કરવી, આ બધાં સમ્યગ્દષ્ટિ જીવનાં લિગે-ચિહ્નો છે. (૧૪)
માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, ધર્મના ઉપદેશને ગ્ય, કિયાતત્પર, ગુણાનુરાગી, અને શક્ય હોય એવી જ બાબતમાં પ્રયત્ન કરનાર તે ચારિત્રી છે. (૧૫)
આ ચારિત્રી – છેવટની વીતરાગ દશા પ્રાપ્ત થતા સુધીમાં સામાયિક - સમત્વની શુદ્ધિના તારતમ્ય પ્રમાણે તેમજ શાસ્ત્રજ્ઞાનને જીવનમાં ઉતારવા રૂપ પરિણમનના તારતમ્યથી – અનેક પ્રકારને જાણ. (૧૬) ' સમજૂતી–પહેલાં ગાથા નવમીમાં યોગમાર્ગના અધિકારી વિશે સૂચન છે. યોગ્યતાના તારતમ્ય પ્રમાણે અધિકાર અનેક પ્રકાર હોય છે, પણ એનું વર્ગીકરણ સંક્ષેપમાં કરી ગ્રંથકારે ચાર ભાગમાં એનું નિરૂપણ ગાથા ૧૩ થી ૧૬ સુધીમાં કરેલું છે. તેમાં પ્રથમ અધિકારી તરીકે અપુનબંધકને લેખી તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. ગાથા ચૌદમાં ત્યાર બાદના બીજા અધિકારી લેખે સમ્યગ્દષ્ટિને લઈ તેનું સ્વરૂપ કહેલું છે. ગાથા પંદર અને સેળમાં સમ્યગ્દષ્ટિ પછીના ચડિયાતા અધિકારી લેખે ચારિત્રીને નિર્દેશ કરી તેમાં દેશ અને સર્વ એમ બન્ને પ્રકારના તારતમ્યયુક્ત ચારિત્રવાળાનું કથન છે. આ રીતે યોગમાર્ગના અધિકારી સંક્ષેપમાં ચાર ભાગમાં વહેંચાઈ જાય છે. દરેક ભાગના અધિકારીઓમાં કાંઈ એકસરખી