________________
૧૪
યોગશતક
એક વાર એમ માનીએ તેા સ્પષ્ટપણે કબૂલવું જોઈએ કે ચેતન ઉપર અચેતનની કાઇ વાસ્તવિક અસર થતી જ નથી. અસર વિશે જો કાંઇ ખેાલાતું કે વ્યવહારાતું હેાય તે તે માત્ર સ્થૂળ દષ્ટિને લીધે જ. તેથી કરીને એ માત્ર ભ્રમ, આરેપ કે ઉપચાર છે. આ ભૂમિકા સાંખ્ય-યાગ જેવાં દનામાં સચવાઈ છે.
તત્ત્વચિંતનની ચેાથી અને કદાચ છેલ્લી ભૂમિકામાં કલ્પના એટલે સુધી આગળ વધી કે ચેતન તત્ત્વ સદા એકરૂપ છે અને કોઈ પણ જાતનું પરિણામ કે પરિવર્તન ઝીલનાર નથી. આમ છે તેા પછી એની કાટિનું, ત્રણે કાળમાં સત્ય એવું, ખીજું તત્ત્વ કેમ હાઈ શકે ? ત્રૈકાલિક સત્ય તા એક જ હાય. આ વિચારમાંથી સ્વતંત્ર જડતત્ત્વની માન્યતા આપે!આપ લેાપ પામી અને એવા જડતત્ત્વની મનાતી અસરે અને એનાથી ઉદ્દભવતી વિશ્વરૂપની વિવિધતાઓના ખુલાસા અજ્ઞાન કે અવિધાથી કરવામાં આવ્યા. આ માન્યતા કેવલાદ્વૈતમાં અને અમુક અંશે વિજ્ઞાનવાદમાં સચવાઈ છે:
આ રીતે પહેલી ભૂમિકા માત્ર જડવાદી, અને ચૈતન્ય એ જડનું પરિણામ; બીજી ભૂમિકામાં ચેતન-અચેતન ખને તત્ત્વ સ્વત ંત્ર પણ એક પર ખીજાની અસર ખરી જ, ત્રીજી ભૂમિકામાં બન્ને તત્ત્વો તે સ્વતંત્ર પણ એકખીજાની વાસ્તવિક અસરથી મુક્ત; ચાથી ભૂમિકામાં તત્ત્વ તેા એક ચૈતન્ય જ, પણ દેખાતી વિવિધતાએ એ કાઈ તત્ત્વગત નહિં પણ માત્ર અવિદ્યાપ્રેરિત
ઉપરની ચાર ભૂમિકાઓની તુલના કરીએ તેા જણાશે કે પહેલી બે સૃષ્ટિ-દૃષ્ટિવાદમાંપ સ્થાન પામે એવી છે, જયારે ત્રીજી અને ચેાથીમાં દૃષ્ટિ-સૃષ્ટિવાદના ભાસ થાય છે.
૫. આ વાદ એમ કહે છે કે સૃષ્ટિ એ જ્ઞાનથી સ્વતંત્ર છે. તેના વિશેષ વિચાર જાણવા માટે જીએ, વેદાન્ત-સિદ્ધાન્ત-સૂતિમ’જરી-૨. ૪૬ અને તેની સિદ્ધાન્તલેશ-વ્યાખ્યા.
૬. દૃષ્ટિસૃષ્ટિવાદ કહે છે કે જ્ઞાનથી ભિન્ન એવું કાઈ જગત નથી. આ