________________
સંબંધ મુખ્યપણે સાંખ્ય તત્ત્વજ્ઞાન અને તેને અવલંબતી કોઈ
ગપરંપરા સાથે આવેલો છે. મહાભારતમાં “યોગ શબ્દ આધ્યાત્મિક અર્થમાં બહુ જ છૂટથી ઠેકઠેકાણે જોવા મળે છે. ત્યાં પણ એને સંબંધ મુખ્યપણે સાંખ્ય પરંપરા સાથે જ આવેલ છે. ગીતા એ મહાભારતને એક ભાગ જ ગણાય છે અને તે સાંખ્ય તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપર પ્રતિષ્ઠિત છે. ગીતાને યોગશાસ્ત્ર કહેવામાં આવેલ છે. ગીતામાં સ્થળે સ્થળે આધ્યાત્મિક અર્થમાં અનેક રીતે થયેલ “યોગ પદને પ્રયોગ જોતાં તેનું “યોગશાસ્ત્ર નામ સાર્થક પણ છે. પ્રાચીન કહી શકાય એવા જૈન આગમમાં “ગ” પદને આધ્યાત્મિક અર્થમાં પ્રયોગ તે મળે છે, પણ તે “તપ” પદ એટલે વ્યાપક નથી. બૌદ્ધ પિટકોમાંય “ગ” પદ “સમાધિ પદ જેટલું વ્યાપક નથી. આ બધું જોતાં એમ લાગે છે કે સાંખ્ય તત્વો અને સાધકોએ યોગ પદને આધ્યાત્મિક અનેક ભાવમાં છૂટથી પ્રયોગ કર્યો અને ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ એમ જુદા જુદા યોગરૂપે વેગને જે મહિમા અસરકારક રીતે કાવ્યમય ભાષામાં સ્થપાયો ત્યારથી આધ્યાત્મિક સાધનાની બધી પરંપરાઓમાં
ગ શબ્દનું માહામ્ય બહુ વધી ગયું. આથી પૂર્વકાળમાં યોગ કે સમાધિ જે તપનું એક અંગ હતું તે તપે સાંખ્યયોગ પરંપરામાં યોગના અંગનું સ્થાન લીધું.
આધ્યાત્મિક સાધના સાથે જેમ “તપ” અને “યોગ પદ
૧. મહાભારતમાં નોંધાયેલ ૨૪, ૨૫ અને ૨૬ તત્ત્વ માનનાર સાંખ્ય પરંપરાઓ એ તે પૂર્વ કાળથી પ્રચલિત અને જુદે જુદે રૂપે ઘડાતી કે વિકસતી સાવિચારસરણીને પરિપાકમાત્ર છે.
૨. ૪, ૨૮; ૩, ૩-૪; ૫, ૬-૭, ૬, ૧૭ અને ૨૩, ૨; ૬, ૪-૬; ૮, ૧૦-૧ર, બધા ઉલ્લેખો માટે જુઓ ગીતારહસ્ય, ભાગ ૨ ની શબ્દસૂચિ.
૩. સૂત્રકૃતાંગ ૧, ૧૬, ૩; ઉત્તરાધ્યયન ૮, ૧૪, ૧૧, ૧૪.