________________
યાગશતક
વ્યવહારયાગથી કાલક્રમે સિદ્ધિ
तोचि कालेणं नियमा सिद्धी पगिट्ठरूवाणं । सन्नाणाईण तहा जायइ अणुबंधभावेणं ॥ ६ ॥ अद्धेनं गच्छंतो सम्मं सत्तीए इट्ठपुरपहिओ । जह तह गुरुविणयाइसु पयट्टओ एत्थ जोगिन्ति ॥ ७ ॥
અ—આ વ્યવહારયોગના અનુસરણથી કાલક્રમે પ્રકૃષ્ટરૂપ અર્થાત્ ઉત્તરાત્તર વધારે શુદ્ધ એવા સભ્યજ્ઞાનાદિ ત્રણની નિશ્ર્ચયયેાગની સિદ્ધિ અનુષંધભાવથી-અવિચ્છિન્નપણે અવશ્ય થાય છે. (૬)
સમ્યક્ પ્રકારે અર્થાત્ શક્તિ પ્રમાણે માગે જતા મનુષ્ય જેમ ઇષ્ટ પુરના પથિક છે, તેમ અહીં ગુરુવિનય આદિમાં સમ્યક્ પ્રકારે પ્રયત્નશીલ વ્યક્તિને યાગી જાણવા. (૭)
•
સમજૂતી—ચેાથી ગાથામાં ગ્રંથકારે વ્યવહારયાગનું સ્વરૂપ કહ્યું છે. અહીં છઠ્ઠી ગાથામાં તે ખાખત તેમણે સ્પષ્ટ કરતાં કહ્યું છે કે યોગીએ સ્વીકારેલી જીવનચર્યાં સભ્યજ્ઞાન આદિ ગ્રાની અવશ્ય સાધક બને છે. પણ એ સિદ્ધિ એકાએક પૂરી નથી થતી, એમાં ક્રમવિકાસ છે. તેથી જ ગ્રંથકારે કાલક્રમે સિદ્ધિ થવાની વાત કહી છે. એ જ રીતે જ્ઞાન આફ્રિ ગુણ્ણા વિકસે ત્યારે પણ એ ખધા ગુણ્ણા એક સાથે અને પૂર્ણપણે નથી વિકસતા, એમાં પણ વિકાસના ને પૌઉપના ક્રમ છે, તે પણ ગ્રંથકારે સૂચવ્યું છે.
9
૨. પ્રતિમાં अणुपंच એવા પાઠ વાંચાય છે, પણ એના અ અહીં કાઈ પણ રીતે સ`ગત થતા નથી લાગતા.
૩. પ્રતિમાં ‘ સોળ' પાઠ વ'ચાય છે, પણ અહીં ‘કેળ' એ અર્થ કરતાં શ્રઘ્નના—માળ' એ અર્થ વધારે સારી રીતે મધ બેસે છે.