________________
યોગશતક
સમજૂતી–યોગ એટલે જોડવું. જે વસ્તુ કોઈ એકને બીજા સાથે જોડે તે પણ યોગ કહેવાય છે. અહીં સાધ્ય તરીકે મોક્ષ પ્રસ્તુત છે. મોક્ષને સાધક જીવ કે આત્મા હોય છે. જે જીવાત્મા વાસનાઓ કે કર્મથી બંધાયેલ હોય તે જ તેનાથી છૂટવા ઈચ્છે છે. એ જીવાત્મા જ્યારે વસ્તુ-તત્ત્વની સાચી. સમજણ મેળવે છે, એમાં રુચિ કેળવે છે અને સમજણ તેમજ રુચિ કે સંક૯પને આધારે યોગ્ય રીતે વર્તે છે ત્યારે તે મોક્ષની દિશામાં આગળ વધે છે. આમ એ સાધકનાં સમજણ, શ્રદ્ધા અને વર્તન એ ત્રણે જેટલા પ્રમાણમાં શુદ્ધ થતાં જાય ને વિકસતાં જાય તેટલા પ્રમાણમાં એનામાં વાસના કે કર્મનું બંધન છૂટતું જાય છે. અને જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્યની પૂર્ણતા સધાતાં મુક્તિ પણ પૂર્ણ પણે સધાય જ છે. આત્મામાં સમ્યજ્ઞાનાદિના. સંબંધને યોગ એટલા માટે ગ્રંથકારે કહ્યો છે કે તેથી આત્મા. મેક્ષમાં જોડાઈ જાય છે. વળી મેક્ષનું સાક્ષાત્ કારણ એ યોગ હોઈ તેને નિશ્ચય-યોગ કહેલ છે. સાક્ષાત્ કારણ એટલા માટે છે કે તે પછી અવ્યવહિત ક્ષણે આત્મા મુક્ત બને છે.
ત્રીજી ગાથામાં જ્ઞાન ને દર્શનની જે વ્યાખ્યા છે તે સ્પષ્ટપણે જ્ઞાન ને દર્શનના પારમાર્થિક કે નૈઋયિક સ્વરૂપને દર્શાવે છે, જયારે ચારિત્રની વ્યાખ્યા ઉપર-ઉપરથી જોતાં વ્યાવહારિક ચારિત્રને દર્શાવતી હોય એમ લાગે છે. પરંતુ એ વ્યાખ્યા દ્વારા ગ્રંથકારનું ખરું તાત્પર્ય તો આંતરિક કે નૈઋયિક ચારિત્રનું સ્વરૂપ સૂચવવાનું છે, કેમકે શાસ્ત્રોક્ત જે જે વિધિનિષેધોને અનુસરવાનું કહ્યું છે તે બધા જ વિધિનિષેધ છેવટે તે કાષાચિક પરિણામની નિવૃત્તિરૂપ નિશ્ચયિક ચારિત્ર્યને લક્ષીને જ છે. તેમ છતાં ચારિત્રની વ્યાવહારિક બાજુ રજૂ કરવાના ઉદ્દેશ રેજિંદા જીવનમાં શાસ્ત્રીય અમુક વિધિનિયમને અનુસરવા માટે ભાર આપવા પૂરતો છે.