________________
ગાથા ૮
પ્રશ્ન એ ઉદ્દભવે છે કે સમ્યજ્ઞાનાદિની સંપૂર્ણ પ્રાપ્તિ રૂપ વેગ આત્મસાત્ ન થયો હોય, હજી માત્ર શરૂઆત જ હેય છતાં તેવા સાધકને યોગી કહે એ શું યોગ્ય છે? એને ઉત્તર ગ્રંથકારે સાતમી ગાથામાં દૃષ્ટાન્ત દ્વારા આપ્યો છે. જયારે કઈ પ્રવાસી પિતાના ગન્તવ્ય સ્થાનને લક્ષ્યમાં રાખી તે જ સ્થાને પહોંચાડે એવા માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરે છે, પછી તે પ્રવાસી ભલે શીધ્ર કે મંદ ગતિએ જાતે હૈય, ત્યારે એ ગંતવ્ય સ્થાનના પ્રવાસી તરીકે જરૂર વ્યવહારાય છે. તે જ રીતે આધ્યાત્મિક લક્ષ્યની સિદ્ધિ અર્થે સ્વીકારેલ ગુરુવિનય આદિ જીવનચર્યાને સાચી રીતે અને શક્તિ પ્રમાણે અનુસરત. સાધક યોગના સાધ્ય ભણું વિકાસ કરતા હોવાથી યોગી તરીકે વ્યવહારાય તે તેમાં જરાય અજુગતું નથી.
ફલસિદ્ધિનાં આવશ્યક અંગે अहिगारिणो उवाएण होइ सिद्धी समत्थवत्थुम्मि । फलपगरिसभावाओ विसेसओ जोगमग्गम्मि ॥ ८ ॥
અર્થ—અધિકારીને ઉપાય વડે ફલને પ્રકર્ષ થવાથી સમર્થ વસ્તુમાં સિદ્ધિ સાંપડે છે. આ બાબત યોગમાર્ગમાં વિશેષતઃ સાચી છે. (૮)
સમજૂતી–જે વસ્તુ જે કાર્ય નિપજાવવાની શક્તિ ધરાવતી હોય તે વસ્તુ તે કાર્ય માટે સમર્થ છે એવો શાસ્ત્રીય વ્યવહાર છે. જેમકે જવનું બીજ જવને છોડ અને જવ પેદા કરે છે તેથી તે જવા માટે સમર્થ છે એમ કહેવાય, પણ એને ઘઉં માટે સમર્થ ન કહેવાય. જવના કણમાંથી છોડ ઊગે છે તે પણ એકસાથે પૂરે ઊગી નીકળતો નથી; પહેલાં અંકુર ફૂટે છે, પછી થડ, પાંદડાં, ડાળી વગેરે વધતાં જાય છે, અને છેવટે એ છેડમાં જવના દાણા પણ આવે છે. જવબીજમાં દાણ પેદા કરવા સુધીની