________________
માથા ૪-૫
વ્યવહારદષ્ટિએ યાગનું સ્વરૂપ
ववहारओ य एसो विन्नेओ एयकारणाणं पि जो संबंधो सोविय कारणकज्जोवयाराओ ॥ ४ ॥ गुरुविणओ सुस्सुसाइया य विहिणा उ धम्मसत्थेसु । तह चेवाणुट्ठाणं विहिपडिसेहेसु जहसत्ती ॥ ५ ॥
અથ—કારણમાં કાર્યના ઉપચારની દૃષ્ટિએ સમ્યગ્નાનાદિ ના કારણેાના આત્મા સાથેના જે સંબંધ તેને પણ વ્યવહારથી ચાગ સમજવા (૪). અને એ વ્યવહારયાગ આ પ્રમાણે— ધર્મશાઓમાં કહેલ વિધિ પ્રમાણે ગુરુનાં વિનય, પરિચર્યાં, વગેરે કરવાં તથા યથાશક્તિ વિધિનિષેધાનું પાલન કરવું. (૫)
સમજૂતી—સમ્યજ્ઞાન વગેરે ત્રણ ગુણું! જીવાત્મામાં આવિર્ભાવ પામે તેા મુક્તિ સધાય છે. એ વાત તે સાચી, પણ એવા ગુણું! કાંઈ આપે!આપ સધાતા કે વિકસતા નથી. તે માટે ખીજા કેટલાક નિયમાને અનુસરવું પડે છે અને અનુભવીએના ઉપદેશ મુજબ જીવનચર્યાં ઘડવી પડે છે. આવી જીવનચર્યાં જેમાં અનેક પ્રકારના શાસ્ત્રીય વિધિનિષેધાને અનુસરવાનું અને આધ્યાત્મિક તાલીમ લેવાનું પ્રાપ્ત થાય છે, તે જીવનચાઁને પણ યાગ કહેવામાં આવે છે. ગ્રંથકારે સમ્યજ્ઞાન આદિ ગુણ્ણા અને તેની ઉપકારક કે સાધક જીવનચર્યાં એ બન્નેને યાગ કહ્યાં છે. પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે શાસ્ત્રવિહિત જીવનચર્યાં એ યાગ કહેવાય છે ખરા, પર`તુ તે જીવનચર્યાં મેાક્ષની સાક્ષાત્ સાધક નથી, તે તે સમ્યગ્નાનાદિ ગુણ્ણાના આવિર્ભાવ કે તેની પુષ્ટિમાં ઉપકારક થતી હાવાથી પરપરાએ મેાક્ષનું કારણ હાઈ વ્યવહારયેાગ છે.