________________
શાથા ૨-૩
યોગનું સ્થાન આવે છે, તેમ છતાં શ્રી હરિભદ્ર ગુણસ્થાનના અધ્યચનને અનુસરી કે ધ્યાનના અધ્યયનને અનુસરી એમ ન કહેતાં ગાધ્યયનને અનુસરી એમ કહે છે ત્યારે એમ સૂચવતા જણાય છે કે તેઓ માત્ર જૈન પરંપરાનુસારી ધ્યાન કે ગુણસ્થાનને આધારે ગ્રંથ નથી રચતા, પણ તે ઉપરાંત જૈનેતર પરંપરામાં જાણીતાં યોગ ને સમાધિને લગતાં શાસ્ત્રોના પરિશીલનને પણ આધાર લે છે.
નિશ્ચયષ્ટિએ યોગનું સ્વરૂપ निच्छयओ इह जोगो सन्नाणाईण तिण्ह संबंधो। मोक्खेण जोयणाओ निद्दिट्टो जोगिनाहेहिं ॥ २ ॥ सन्नाणं वत्थुगओ बोहो सदसणं तु तत्थ रुई । सच्चरणमणुट्ठाणं विहिपरिसेहाणुगं तत्थ ॥ ३ ॥
અર્થ–ભેગીશ્વરોએ અહીં સમ્યજ્ઞાનાદિ ત્રણના આત્મા સાથેના સંબંધને નિશ્ચયદષ્ટિએ યુગ કહેલ છે, કેમકે તે મોક્ષ સાથે સંબંધ કરી આપે છે. (૨)
વસ્તુને યથાર્થ બેધ તે સજજ્ઞાન, તેના વિષયમાં રુચિ ધરાવવી તે સદર્શન, અને તે જ વિષયમાં શાસ્ત્રોક્ત વિધિનિષેધને અનુસરી આચરણ કરવું તે સચ્ચારિત્ર. (૩)
1. “યોગ” શબ્દ “યુજ' ધાતુ પરથી બનેલ છે. “યુજ' ધાતુ બે છે. ચોથા ગણના “ યુજ' ધાતુને અર્થ સમાધિ છે. સાતમા ગણના એ ધાતુનો અર્થ “ડવું” એ છે. પાતંજલ યોગસૂત્રના (૧, ૧.) વ્યાસભાષ્યમાં “ગ”શબ્દ સમાધિઅર્થવાળા ધાતુ પરથી બનેલ સ્વીકારવામાં આવ્યો છે, જ્યારે આચાર્ય હરિભદ્ર “ડવું” એ અર્થ વાળા ધાતુ પરથી બનેલ યોગ શબ્દ પોતાના યોગવિષયક બધા જ ગ્રંથમાં સ્વીકાર્યો છે. હરિભદ્ર પહેલાં કોઈ પણ આચાર્યો–ખાસ કરી જેન આચાર્યે આ અર્થમાં યોગ” શબ્દ વાપર્યો જાણમાં નથી. હરિભદ્રની આ પરંપરા હેમચંદ્ર અને ઉ. યશોવિજયજીએ માન્ય રાખી પોતાના ગ્રંથોમાં એ વ્યુત્પત્તિ દર્શાવી છે.