________________
કાયમ રાખીને પણ તેને માનસિક તપની સાથે મેળ બેસાડવાને પ્રયત્ન થયે; જો કે આ બન્ને પ્રણાલીઓની સાથે સાથે તાપસ અને પરિવ્રાજકને માટે એ વર્ગ દેહદમનની પ્રથાઓમાં રચ્યોપચ્યો રહેતો. પહેલા વલણના પ્રતિનિધિ તથાગત બુદ્ધ છે, બીજાના દીર્ઘતપસ્વી મહાવીર છે અને ત્રીજાના બાકીના અનેક તાપસે છે.
૧. બુદ્ધ સખત દેહદમન કર્યા પછી એવા તપને વિરોધ પિતાની જીવનકથામાં કર્યો છે. જુઓ મજિઝમનિકાય-મહાસીહના સુરંત ૧, ૨, ૨; મહાસચ્ચસુનંત ૧, ૪, ૬ અને અરિયપરિયેસનસુરંત ૧, ૩, ૬.
એ જ રીતે વૈદિક પરંપરામાં પણ આપણે ધૂળ યજ્ઞમાંથી સૂમમાનસિક યજ્ઞ તરફ વિકાસ થતો જોઈએ છીએ. દ્રવ્યપ્રધાન યજ્ઞ આર' યકમાં ધ્યાન રૂ૫ માનસિક યજ્ઞનું રૂપ લે છે. દા. ત. બૃહદારણ્યકમો અશ્વમેધ યજ્ઞની જગાએ વિશ્વના પ્રતીકરૂપે અશ્વનું ધ્યાન ધરાતું જોવામાં આવે છે. ઉપનિષદમાં તે જ્ઞાન અને અન્તસ્તપનું મહત્ત્વ રૂપષ્ટ જ છે. મહાભારતમાં તપની પ્રશંસા ઉપરાંત માનસ અને શારીરિક તપને ભેદ પણ બતાવવામાં આવ્યું છે અને માનસિક તપને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે (જુઓ મહાભારત ૨૨૬, ૪-૫). ગીતામાં તો કેવળ દેહદમનને સ્થાન જ નથી, પરંતુ ફલત્યાગ સ્વરૂપ અ ત્યાગ પર જ સ્પષ્ટ ભાર છે.
તપસ્ શબ્દના અર્થવિકાસ માટે જુઓ “એનસાઈકલોપિડિયા ઓફ રિલિજિયન ઍન્ડ એથિક્સ ભાગ ૨, પા ૮૭ થી આગળ.
૨. મહાવીરે પોતે જ અનશન, શીત-તાપસહન આદિ બાહ્ય તપ - તપવા છતાં ધ્યાન, કષાયજય આદિ અત્યંતર તપને જ મુખ્ય માન્યું છે. જુઓ આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ ઉત્તરાધ્યયન અ. ૩૦ લે. ૩૦ અને ભગવતી ૨૫, ૭, ૮૦૨.
મહાવીરના એકવારના સહચારી ગોશાલક આજીવકને સંમત એવા ચાર પ્રકારના તપની ને સ્થાનાંગસૂત્ર (૪, ૨, ૩૦૯)માં સચવાઈ રહી છે; જેમકે-આનીવિયાળે રવિહે તવે ઉં. તં–૩ળવે, ઘોરત, રળિનૂતા, નિદિમરિયપત્રિીજા
૩. ભગવતી ૩, ૫, અને ૧૧, ૯ માં અનુક્રમે તાલિ તાપસ અને