________________
४१
એવાં નામેાથી ઓળખાતા અને વ્યવહારાતા તેમજ એકબીજાની અસર પામતા. પરંતુ આ બધાયના મૂળમાં નીચેના તાત્ત્વિક સિદ્ધાંતા પૂરતી કેવી સમાનતા રહેલી છે તે હવે જોઇએ.
૧. જીવ, આત્મા કે ચેતન તત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ, ર, ચેતન તત્ત્વની સહજ શુદ્ધિ અને તેમ છતાં એ શુદ્ધિને આવરતેા અજ્ઞાન અને કલેશના પડદેા, ૩. અજ્ઞાન અને કલેશના આવરણની આફ્રિ સથા અજ્ઞાત છતાં પ્રયત્નથી તેના નિવારણની શકયતા તેમજ એવા પ્રયત્નાની માનવીય પુરુષા દ્વારા સાધ્યતા, ૪. અજ્ઞાન અને કલેશની નિવૃત્તિ તેમજ સહબ્રૂ શુદ્ધિના પ્રાકટચને પરિણામે ચેતન તત્ત્વની સ્વરૂપસ્થિતિ. આ ચાર સિદ્ધાંતા પૈકી કાઈ પણ એક સિદ્ધાંત વિશે સાધકની પ્રતીતિ ન હેાય કે મંદ યા શિથિલ હાય તેા એની સાધના ન ચાલી શકે, ન ટકી શકે અને ન પિરણામ નિપજાવી શકે. કોઈ પણ ખરા સાધક ઉક્ત સિદ્ધાંતાની બાબતમાં મક્કમ, દૃઢ શ્રદ્ધાળુ હાવાના જ અને પેાતાની સાધનાથી એ શ્રદ્ધાને અનુભવસિદ્ધ કરવાના જ. આધ્યાત્મિક સાધનાની દરેક પરપરાના સાહિત્યમાં પાયાના આ ચાર સિદ્ધાંતે। હજારા વર્ષ થયાં નાંધાયેલા અને નિર્વિવાદ્ય માન્ય થયેલા મળે છે. એમ તે નાની માટી સાધનાની ઘણી શાખાઓ છે, પણ સાંખ્ય-યાગ, ન્યાય-વૈશેષિક, ખૌદ્ધ અને જૈન એ ચાર પરપરાએમાં એ બધી જ શાખાઓના સમાસ થઈ જાય છે. તેથી આપણે એ ચાર પરંપરાના પ્રાચીન અને સમાન્ય ગ્રંથાને આધારે એ જોઈશું કે તેમાં ઉક્ત ચાર પાયાના સિદ્ધાંતા કેવી રીતે રજૂ થયેલા છે: