________________
કરનાર વિદ્વાનોના વર્તુમાં એ સિદ્ધાંતોની આસપાસ બીજા અનેક ઉપસિદ્ધાંતે તેમજ દૃષ્ટિભેદ અસ્તિત્વમાં આવેલા છે; જેમકે, કેઈ ચેતન તત્વ એક જ માને તો કેઈ અનેક, કઈ એને અપરિણામી-કૂટસ્થનિત્ય માને તો કોઈ પરિણામિનિત્ય તે કઈ માત્ર સંતતિરૂ૫. એવી જ રીતે સાધનામાં કોઈ આત્મજ્ઞાનને મોક્ષનું સાક્ષાત્ અંગ માની યમ, નિયમ આદિ ગાંગોને યા ચર્ચામાર્ગને સમ્યજ્ઞાનમાં ઉપકારક લેખે તે કોઈ ચર્યા યા ચારિત્રને મોક્ષનું સાક્ષાત્ અંગ માની સમ્યજ્ઞાનને તેના સહાયક તરીકે ગણાવે. આવા દૃષ્ટિભેદો જો કે સંખ્યાબંધ છે, પણ તેમનું સ્થાન આધ્યાત્મિક સાધનામાં ગૌણુ યા નહિવત્ છે, કેમકે તેવા ઉપસિદ્ધાંત કે દૃષ્ટિભેદોને લીધે સાચી સાધનામાં કશું અંતર નથી પડતું, જ્યારે ઉપર વર્ણવેલ ચાર મુખ્ય સિદ્ધાંતોમાંથી એક વિશે પણ શ્રદ્ધા ન હોય તે સાધના આસ્તત્વમાં જ નથી આવતી અને મૂઢભાવે અસ્તિત્વમાં આવી હોય તોય તે ફલાવહ નથી બનતી. તેથી જ દરેક આધ્યાત્મિક સાધનાની પરંપરામાં એ મૂળ સિદ્ધાંતોની ચર્ચા ઉપર જ ભાર અપાય છે.
અદ્વૈતપરંપરાના સાધકે હોય કે દૈતવાદી સાંખ્ય તેમજ ન્યાય-વૈશેષિક પરંપરાના સાધક હોય, તે બધાને એકસરખી રીતે માન્ય એવી સાધના પાતંજલ યોગશાસ્ત્રમાં સ્પષ્ટ અને પરિપૂર્ણ સંગૃહીત છે. પાતંજલ યોગશાસ્ત્રની રચનાનો સમય ભલે ઉત્તરવતી હોય, પરંતુ તે પૂર્વવત યોગસાધનાના સાહિત્યને પરિપાક હેઈ સર્વમાન્ય થયેલ છે. તેથી તેમાં વર્ણવેલ યોગસાધનાની પ્રક્રિયા અને તેનાં અંગોને નિદેશ અત્રે પૂરતો છે. તથાગત બુદ્ધે પોતે જ પૂર્વ યોગી પરંપરાથી જુદા પડી સ્વાનુભવે સાધનામાગ વિકસાવ્યો છે. તેમની એ સાધના પાલ પિટકમાં અને
૧. વિરહયાતિવઢવા હૃાોવાથી યો. સૂ. ૨, ૨૭. ૨ નજ્ઞાનવારિત્રન મોક્ષમા ! તત્વાર્થસૂત્ર ૧, ૧.