________________
પ્રત્યેક અધિકારીનું અનુષ્ઠાન કઈ કોટિનું છે તે દર્શાવવા. માટે આ. હરિભદ્ર અનુષ્ઠાનના પાંચ પ્રકાર નિરૂપે છે: ૧. વિષ, ૨. ગર, ૩. અનનુષ્ઠાન, ૪. તદ્ધતુ, ૫. અમૃતાનુષ્ઠાન. આમાંથી પહેલાં ત્રણ અસદનુષ્ઠાન છે, જ્યારે છેલ્લાં બે સદનુષ્ઠાન છે. અપુનબંધક આદિ ગાધિકારીઓને સદનુષ્ઠાન જ હોય છે (લે. ૧૫૫-૧૬૧, ૧૬૩).
ગદષ્ટિસમુચ્ચય યોગદષ્ટિસમુચ્ચયમાં આવતું આધ્યાત્મિક વિકાસક્રમનું વર્ણન યોગબિન્દુના વર્ણનથી પરિભાષા, વર્ગીકરણ તેમજ શૈલીમાં જુદું પડે છે. ગબિન્દુની કેટલીક વસ્તુ એમાં શબ્દાન્તરથી સમાવેલી. છે, જ્યારે બીજી કેટલીક નવી ઉમેરવામાં આવેલી છે.
અહીં જીવની અચરમાવર્તકાલીન–અજ્ઞાનકાલીન અવસ્થાને ઘદૃષ્ટિ અને ચરમાવર્તકાલીન–જ્ઞાનકાલીન અવસ્થાને યોગદષ્ટિ કહી છે. ઓઘદૃષ્ટિમાં પ્રવર્તતા ભવાભિનન્દીનું વર્ણન યોગબિન્દુ, (લો. ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૭૬)ને મળતું છે.
યોગબિન્દુમાં વણિત પૂર્વસેવાનું પણ અહીં યોગબીજરૂપે કાંઈક વિગતે નિરૂપણ છે. જિન ભગવાન, ભાવયોગી, ભાવઆચાર્ય, ભાવ-ઉપાધ્યાય પ્રત્યે કુશલ ચિત્ત રાખવું, સતકૃત પ્રત્યે ભક્તિ અર્થાત્ સતુશાસ્ત્રનાં લેખન, પૂજન, દાન, શ્રવણ, પ્રકાશન, સ્વાધ્યાય આદિ તેમજ ગુરુ, દેવ, વિપ્ર, યતિજનનું પૂજન વગેરે બાબતોને પ્રસ્તુતમાં યોગબીજ તરીકે ગણાવી છે (લે. ૨૨, ૨૩, ૨૭, ૨૮, ૧૫૧).
આ ગ્રંથમાં ગભૂમિકાનાં યા ગાધિકારીઓનાં ત્રણ વર્ગકરણ મળે છે: એકમાં યોગની પ્રારંભિક યોગ્યતાથી માંડી તેના પ્રસ્તાવના, પા. ૫૩ અને ૫. સુખલાલજી સંપાદિત હિંદી “યોગદર્શન તથા યોગવિંશિકા” પા. ૬ )