________________
રીતે દેવપૂજનની બાબતમાં પણ અધ્યાત્મવાંછુ વ્યકિતએ બધા જ દેવોને સમભાવે આદર કરવો, પછી ભલે તે કોઈ એક વિશિષ્ટ દેવમાં વિશેષ શ્રદ્ધા સેવે (યોગબિંદુ ૧૧૭-૧૮). આગળ વધી તેઓ તપ વિશે કહે છે ત્યારે સ્મૃતિગ્રંથમાં પ્રસિદ્ધ એવાં કુછું, ચાંદ્રાયણ આદિ તપને નિર્દેશ કરી તેને આચરવાનું સૂચન કરે છે (યોગબિંદુ ૧૩૧ થી ૧૩૫). એ જ રીતે તેઓએ અધ્યાત્મ આદિ પાંચ યોગભેદે પિકી પ્રથમ અધ્યાત્મ યોગનું વિશેષ નિરૂપણ એટલી વિશાળ દૃષ્ટિથી કર્યું છે કે તેમાં અધિકાર અને રુચિભેદે જુદી જુદી પરંપરામાં પ્રવર્તતી ચડતી ઊતરતી સાધનપ્રણાલીઓને સમાવેશ થઈ જાય છે. દા. ત. પ્રાથમિક અધિકારીની દૃષ્ટિએ તેમણે પાતંજલ યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ જપને, ચડિયાતા અધિકારીની દૃષ્ટિએ ઔચિત્યાલોચન, આત્મસંપ્રેક્ષણ તેમજ મિત્રી આદિ ભાવનાઓને અધ્યાત્યના પ્રકાર તરીકે ગણાવ્યા છે (૩૮૧ થી ૪૦૪).
આ. હરિભદ્ર “સર્વજ્ઞત્વ અને અંતિમ લક્ષ્ય “મોક્ષની બાબતમાં લાંબા કાળથી દાર્શનિક ક્ષેત્રમાં પ્રચલિત એવા વાદવિવાદને ધ્યાનમાં રાખી એની તલસ્પર્શી ચર્ચા કરીને એની પાછળનું હાર્દ બહુ સચોટ રીતે બતાવવા યોગદષ્ટિસમુચ્ચય માં પ્રયત્ન કર્યો છે. એને સાર એ છે કે સામાન્ય સર્વજ્ઞત્વ' તો સૌને માન્ય જ છે. જે કાંઈ મતભેદ છે તે એના વિશેષ સ્વરૂપની બાબતમાં, અને વિશેષ તો અતીન્દ્રિય હાઈ છદ્મસ્થને ગોચર જ નથી. વળી સર્વજ્ઞ મનાતા પુરુષોની દેશના જે ભિન્ન ભિન્ન ભાસે છે તેમાં તો અનેક કારણો સંભવે છે: એક તો શિષ્યકલ્યાણાર્થે શિષ્યની યોગ્યતા પ્રમાણે જુદી જુદી દેશના હોય યા તે એક
જ દેશના શ્રોતાભેદે ભિન્ન ભાસે યા તો દેશ, કાળ આદિ ભેદે ભિન્ન ભિન્ન દેશના અપાઈ હેય. આથી સર્વજ્ઞાને અભિપ્રાય જાયા સિવાય તેને પ્રતિવાદ કર યુક્ત નથી અને જો માત્ર હેતુવાદથી–તકવાદથી આવી અતીંદ્રિય બાબતે નિર્ણત થતી