________________
હેય એવા જ શુકલપાક્ષિક, ભિન્નગ્રંથિ, ચારિત્રી વગેરે ઉક્ત અધ્યાત્મ આદિ ઉપાયના અધિકારી છે, કારણ કે તેઓ પરથી મેહનું તીવ્ર દબાણ ઘટી ગયું હોય છે (. ૭૨, ૯૯). આથી ઊલટું, અચરમાવર્તવત જીવો પર મોહનું દબાણ તીવ્રપણે હેવાથી તેઓ ભવ-સંસારના ભાગમાં રચ્યાપચ્યા રહે છે. યોગના અનધિકારી આવા જીવોને આ. હરિભદ્ર ભાવાભિનન્દી જેવી સાર્થક સંજ્ઞાથી ઓળખાવે છે (લે. ૭૩, ૮૫, ૮૬, ૮૭). .
ત્યારબાદ તેઓ ઉપર જણાવેલ ગાધિકાર પ્રાપ્ત કરવા માટેની પૂર્વ તૈયારીનું નિરૂપણ કરે છે. આ પૂર્વ તૈયારીને પૂર્વસેવા કહેલ છે, જેમાં મુખ્યપણે ચાર બાબતોને સમાવેશ કર્યો છે : ૧. ગુરુ, દેવ આદિનું પૂજન, ૨. સદાચાર, ૩. તપ, ૪. મુક્તિ પ્રત્યે અષ. આ ચારે બાબતોને વિસ્તૃત ખ્યાલ લગભગ ૪૧
લોકમાં (૧૦૯ થી ૧૪૯) આપવામાં આવ્યો છે. આટલી બાબતો જ્ઞાનપૂર્વક આચારમાં ઊતરે તો જ યોગમાર્ગમાં અધિકાર પ્રાપ્ત થાય.
ઉક્ત યોગાધિકારને પામેલા ચરમાવર્તવતી જીવોને આચાર્ય હરિભદ્ર પ્રસ્તુત ગ્રંથમાં કર્મમળના તારતમ્ય અનુસાર ચાર ભાગમાં વહેંચે છે: ૧. અપુનબંધક, ૨. સમ્યગ્દષ્ટિ થા ભિન્નગ્રંથિ, ૩. દેશવિરતિ, ૪. સર્વવિરતિથી તે પૂર્ણતા સુધી. આ ચારેયનાં સ્વરૂપ તેમજ અનુષ્ઠાનની વિગતે ચર્ચા આખા ગ્રંથમાં કરવામાં આવી છે.
૧. જે પક્ષમાં ચંદ્રની કળા વધતી જવાથી પ્રકાશને કાળ લંબાય તે શુકલપક્ષ અને કળા ઘટવાથી અંધકારને કાળ લંબાય તે કૃણપક્ષ છે. આ ઉપમા આધ્યાત્મિક દષ્ટિએ એ રીતે ઘટાવવામાં આવે છે કે જે જીવનો સંસારકાળ અર્ધપુદ્ગલપરાવર્ત એટલે જ બાકી રહે તે શુકલપાક્ષિક અને તેથી વધારે રહે તે કૃષ્ણપાક્ષિક.
૨. ષોડશક ૫ લે. ૨ થી ૪ અને ૮. . ૩. જુઓ પરિશિષ્ટ ૨.