________________
સમ્યગ્દષ્ટિ આદિ આર્ય-અષ્ટાંગિક માર્ગનું જે વિશદ અને વિસ્તૃત નિરૂપણ કર્યું છે તેમાં શીલરૂપે પાતંજલસંમત યમ-નિયમ આવી જાય છે, સમાધિરૂપે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવી જાય છે, જયારે પ્રજ્ઞારૂપે વિવેક ખ્યાતિ આવી જાય છે.
વાચક ઉમાસ્વાતિએ સંવરના અંગ લેખે ગુપ્તિ, સમિતિ ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ એવાં સાત અંગે (તસ્વાર્થ ૯, ૨) વર્ણવ્યાં છે. ચારિત્ર એટલે યોગસંમત પાંચ યમ-મહાવ્રત અને બૌદ્ધસંમત શીલ છે. ધ્યાન આદિ આત્યંતર તપ એ યોગસંમત પ્રત્યાહાર આદિ ચાર અંગો અને બૌદ્ધસંમત સમાધિ છે. અનશન આદિ બાહ્ય તપ એ યોગસંમત તપરૂપ ત્રીજો નિયમ છે, અને સ્વાધ્યાયરૂપ આત્યંતર તપ એ યોગસંમત સ્વાધ્યાયરૂપ ચોથે નિયમ છે.
ઉપર જે થોડી સૂચક તુલના કરી છે તેને હેતુ એ છે કે જુદી જુદી પરંપરાઓમાં ચાલતી આધ્યાત્મિક સાધનામાં શબ્દભેદ
૧. સમ્માદિદ્ધિ-સમ્યગ્દષ્ટિ, સમ્માસંક–સમ્યકુસંક૯૫, સમ્માવાચા-સમ્યગ્વાણી, સમાકગ્મતસમ્યકુકર્મ, સમાઆછો-સમ્યક આજીવિકા, સમ્માવાયામ-સામ્યવ્યાયામ, સમ્માતિ-સમ્યકસ્મૃતિ, સમ્માસમાધિ–સમ્યફસમાધિ (સંયુત્તનિકાય ૫, ૧૦ અને વિભંગ ૩૧૭–૨૮).
શીલ-કુશલધર્મ ધારણ કરવા તે શીલ. કર્તવ્યમાં પ્રવૃત્તિ અને અર્તવ્યથી વિરતિ એમ બન્ને પ્રકારે શીલ વર્ણવાયું છે (વિશુદ્ધિમાગે ૧, ૧૯ થી રપ, પા. ૫-૭).
સમાધિ–કુશલચિત્તની એકાગ્રતા તે સમાધિ અર્થાત એક આલબનમાં ચિત્ત અને ચૈતસિક ધર્મનું સમ્યક્ષસ્થાપન (વિશુદ્ધિમાર્ગ ૩, ૨-૩. પા. ૫૭).
પ્રજ્ઞા-કુશલચિત્તયુક્ત વિપશ્યના જ્ઞાન અર્થાત વિવેકજ્ઞાન તે પ્રજ્ઞા (વિબુદ્ધિમાર્ગ ૧૪, ૨-૩. પા. ૩૦૪).