________________
૪૦
તેમણે સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ આદિને તપનાં અંગ ગણ્યાં અને જેમણે યોગને મુખ્ય અંગી ગયે તેમણે તપ, ધ્યાન, સમાધિ આદિને તેના અંગે ગણ્યાં. આ રીતે ફેર હોય તો માત્ર ગૌણ મુખ્ય ભાવને અથવા અંગગીભાવની ગેઠવણને. એટલી વાત
ખરી કે જેમ જેમ આધ્યાત્મિક સાધનાની પરંપરા મેર વિસ્તરતી ગઈ તેમ તેમ તેમાં કેટલાંક અંગે કાળક્રમે કે અનુભવબળે ઉમેરાતાં પણ ગયાં, જેમકે મેત્રાયણિ ઉપનિષદમાં યોગનાં છ અંગાને નિર્દેશ છે જ્યારે યોગશાસ્ત્રમાં આઠ અંગ છે.
ઉપર આપણે ટૂંકમાં એ જોયું કે આધ્યાત્મિક સાધનાના જુદા જુદા માર્ગે તપ, યોગ, સંવર–સંયમ કે ધ્યાન-સમાધિ વિવક્ષિત છે તે અને તેટલે અર્થ બીજામાં કલેશ પદથી લેવાય છે. પરિભાષાભેદની તુલના આ પ્રમાણે છે – યોગશાસ્ત્ર
જેનદર્શન અવિદ્યા
મિથ્યાદર્શન અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ કૅધ, માન, માયા, લાભ
જૈન પરંપરા પ્રથમ સકષાય યોગને નિરોધ અને પછી અંતે અકષાય યોગને નિરોધ અર્થાત અયોગ અવસ્થા માને છે. એ જ રીતે યોગ પરંપરા પણ પ્રથમ કિલષ્ટ ચિત્તવૃત્તિઓનો અને પછી ક્રમે અંતે અકિલષ્ટ ચિત્તવૃત્તિઓને નિરાધ માને છે. આ રીતે બને પરંપરાઓમાં પરિભાષા અને વર્ગીકરણ ભિન્ન છે, પણ અર્થ ને ભાવ એક છે.
ઉપરનું સામ્ય માત્ર એ બે પરંપરા પૂરતું જ નથી, પણ ભારતીય બધી જ આધ્યાત્મિક પરંપરાઓને એક યા બીજી રીતે તે લાગુ પડે છે.
૧. જૈન પરંપરામાં સ્વાધ્યાય, ધ્યાન આદિ આત્યંતર તપનાં અંગ છે. ૨. તા:સ્વાસ્થાશ્વરપ્રાધાનાનિ થાવો: | યોગસૂત્ર ૨, ૧.
3. प्राणायामः प्रत्याहारो धारणा तर्कः समाधिः षडंग इत्युच्यते ચો: ! મૈત્રા. ૬, ૧૮•
यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽशवङ्गानि । યોગસૂત્ર ૨, ૨૯.