________________
૨૮
સંકળાયેલ છે તેમ સંવર, ધ્યાન અને સમાધિ એ શબ્દ પણ વિશેષ સંબંધ ધરાવે છે. ધ્યાન અને સમાધિ શબ્દ તો બધી જ આધ્યાત્મિક પરંપરાઓ માટે સાધારણ જેવા છે, જ્યારે સંવર. શબ્દ વિશે એમ નથી. એ શબ્દને આધ્યાત્મિક સાધનામાં છૂટથી અને વ્યાપક રીતે પ્રયોગ મુખ્યપણે જૈન ગ્રંથોમાં થયેલા છે. અને તે મહાવીરના પૂર્વકાળથી. સાંખ્યસાધકોએ કે સાંખ્યા તત્ત્વાવલંબી ભાગવત જેવી પરંપરાએ ગીતાના મહિમા સાથે. યોગને મહિમા વ્યાપક કર્યો, એટલે ત્યારબાદ જે જે સાંખ્ય પરંપરાને અવલંબી આધ્યાત્મિક સાધનાનાં નિદર્શક શાસ્ત્રો રચાયાં. તે યોગશાસ્ત્ર નામથી જ પ્રસિદ્ધિમાં આવ્યાં. પાતંજલ યોગશાસ્ત્ર. પહેલાં પણ જે એવાં શા હેવાની ધારણા છે તે પણ યોગશાસ્ત્રના નામથી જ જાણીતાં હતાં. જેન પરંપરામાં અતિ જાણીતો સંવર.
૧. મહાવીરે જે તત્ત્વજ્ઞાન અને આચાર સ્વીકાર્યા તે પાર્શ્વનાથથી ચાલ્યાં આવતાં અને પાર્શ્વનાથનું જ શ્રુત મહાવીરને પ્રાપ્ત થયેલ (જુઓ પં. સુખલાલજીકૃત “ચાર તીર્થંકર પા. ૧૩૬).
૨. શ્રી શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર-ભાખ્યામાં યોગદર્શનના ખંડન પ્રસંગે આ પ્રમાણે લખે છે : ચોરાસૅsts “મથ તરીનાડુવાયો ચોર” इति सम्यग्दर्शनाभ्युपायत्वेन योगोऽङ्गीक्रियते ।' अथ तत्त्वदर्शनाभ्यु-- જયો ચો: –એ સૂત્ર ઉપલબ્ધ સૂત્રમાં નથી. પતંજલિકૃત યોગશાસ્ત્ર
અથ ચૌગાનુશાસન' એ રીતે શરૂ થાય છે. એટલે શ્રી શંકરાચાર્યું નિર્દેશેલ યોગશાસ્ત્ર બીજું કોઈ હોય. વાચસ્પતિમિશ્ર બ્રહ્મસૂત્રના ઉપરના અવતરણ પર સીધે પ્રકાશ પાડતા નથી, પરંતુ સમાન વિચાર દર્શાવવા से 'अत एव योगशास्त्रं व्युत्पादयिताह स्म भगवान्वार्षगण्यः...' આમ યોગશાસ્ત્રના વ્યુત્પાદક તરીકે તેઓ વાર્ષગયનું નામ આપે છે. એ જ રીતે પતંજલિના યોગાનુશાસન પૂર્વેનું હિરણ્યગર્ભનું યોગશાસન “અહિચરંહિતા'ના બારમા અધ્યાય પ્રમાણે બે વિભાગ અથવા સંહિતામાં વહેંચાયેલું હતું. વરતાર માટે જુઓ ‘હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ” પૂર્વાર્ધ, પા. ૧૧૨-૧૪.