________________
આધ્યાત્મિકતા સિદ્ધ કરવાના માર્ગો અને પ્રયત્ન અનેકવિધ છે. તે. બધા જ આધ્યાત્મિક સાધનાની અંદર સમાય છે. લક્ષ્ય અને સાધ્ય એક હોવા છતાં તેને સિદ્ધ કરવાની પ્રક્રિયાઓ ઘણી વાર બહુ જુદી પડે છે અને જુદી દેખાય પણ છે, તે એટલા માટે કે કોઈ પ્રક્રિયા એક અંગ ઉપર તો બીજી પ્રક્રિયા બીજા અંગ ઉપર વધારે ભાર આપે છે. છતાં એ બધી પ્રક્રિયાઓ મૂળ લક્ષ્યને ઉદ્દેશી ચાલતી હોઈ છેવટે આધ્યાત્મિક સાધનાની પરંપરાઓ જ બની રહે છે. આવી પરંપરાઓ આજે પણ અનેક છે.
આધ્યાત્મિક સાધનાની ચડતી-ઊતરતી તેમજ સ્થૂળ-સૂક્ષ્મ એવી બધી જ કક્ષાઓને અને એ કક્ષાઓનાં બધાં જ અંગાને દર્શાવતા બે શબ્દો પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં બહુ જ જાણીતા છે. તે છે તપ અને યોગ. આ બેમાંય તપ શબ્દ વધારેમાં વધારે પ્રાચીન અને વધારેમાં વધારે વ્યાપક રહ્યો છે. શ્રમણ અને બ્રાહ્મણ આ બે પરંપરામાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સમાઈ જાય છે. શ્રમણ શબ્દનું પ્રાકૃતરૂપ “સમણું છે. એને અર્થ વૃત્તિશમન તેમજ શ્ર અર્થાત્ તપ કરવું એ થાય છે. શ્રમણના પર્યાય અને પ્રકાર તરીકે તપસ્વી, તાપસ જેવા શબ્દો જાણીતા છે. એ સૂચવે છે કે શ્રમણુધર્મનું મૂળ તપમાં છે અને તપને કેન્દ્રમાં રાખીને જ શ્રમણુધર્મની પરંપરાઓ વિકસી અને વિસ્તરી છે.
બ્રાહ્મણધર્મના મૂળમાં “બ્રહ્મન' છે. “બ્રહ્મન” એટલે કે યજ્ઞને કેન્દ્રમાં રાખીને જ બ્રાહ્મણધર્મની પરંપરાઓ વિકસી અને વિસ્તરી છે. તેમ છતાં યજ્ઞ સાથે સંબંધ ધરાવતા વૈદિક મંત્ર૧ અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ તપની શક્તિ અને મહિમા દર્શાવતે તપાસ
૧. સર્વ તા: પતિવ્યનઃ સ્વઃ | વેદ ૧૦, ૧૧૭, ૧. વધારે ઉલ્લેખ માટે જુઓ વેદ ૧૦, ૧૦૯, ૪; ૧૦, ૧૫૪, ૨-૪૬ ૮, ૫૯, ૧. અથર્વવેદ ૪, ૩૫, ૧-૨ ઇત્યાદિ.