________________
૨૮
વાંચીને તેએ પાસેથી પૈસા લેવા એ તે સંથા અનુચિત છે.૧ ’ આ ઉપરાંત પેાતાના પંચવસ્તુ, ધૅાડશક, અષ્ટક આદુિ ગ્રંથામાં તેમણે જિનપૂજા, જિનબિંબપ્રતિષ્ઠા, જિનગૃહ, જૈનદીક્ષા, જૈનસાધુની ભિક્ષા વગેરે અનેક વિષયેા પર પેાતાનાં સ્પષ્ટ મતવ્યા દર્શાવ્યાં છે.
તેમના આચાર સંબંધી સાહિત્યને ત્રીજો પ્રકાર એ એક રીતે ઉપર બતાવેલ બન્ને પ્રકારેાથી તેની મૌલિકતાને કારણે જુદે પડે છે. આ. રિભદ્ર પહેલાં ઠંડ આગમકાળથી નિગ્રંથ પરંપરાને તેમાં પ્રવેશેલી વિકૃતિએથી બચાવવા તેમજ નવી વિકૃતિએથી સાવધાન રાખવા શ્વેતાંબર–ર્નિંગ'ખર પર પરામાં જુદી જુદી રીતે અનેક ગ્રંથા રચાતા તે આવેલા જ,૨ પર`તુ અમે જાણીએ છીએ ત્યાંલગી એવા બધા ગ્રંથા મુખ્યપણે સાધુસને ઉદ્દેશીને જ લખાતા.
આ. હરિભદ્ર પહેલાં ગૃહસ્થવર્ગને ઉદ્દેશી પ્રવૃત્તિધર્મ નું વિધાન કાઈ જૈનાચાર્યે સ્વતંત્રપણે કર્યાંનું પ્રમાણુ હજી સુધી જ્ઞાત નથી. આ ખાખતમાં તેમણે પહેલ કરી છે. શ્રાવકધમ સ્વીકારનાર ગૃહસ્થે શેના શેના ત્યાગ કરવા અને એ પરિમિત ત્યાગને શુદ્ધ રાખવા તેમજ પેાષવા તેણે કેવા કેવા અતિચારેાથી બચવું, જીવન ટકાવવા કેવી કેવી મર્યાદાએ બાંધવી વગેરે તેા પહેલેથી જ અણુવ્રત, શીલવત આદિ દ્વારા નિરૂપાતું ચાલ્યું આવતું. પરંતુ આ. હરિભદ્રે જોયું કે સાધુધમની નિવૃત્તિ અને પ્રવૃત્તિ ખન્નેના વિધાના તા જૈન આચારગ્રંથામાં છે, જ્યારે ગૃહસ્થવર્ગ માટે માત્ર નિવૃત્તિલક્ષી વહુના છે, પ્રવૃતિલક્ષી સીધું વિધાન કરનાર કોઈ ગ્રંથ નથી. આ. હિરભદ્ર મૂળે બ્રાહ્મણુ અને તે પણ વેદ, સ્મૃતિ, પુરાણુ, દન આદિના નિષ્ણાત પંડિત. તેથી વૈદિક પર પરાના ધમ સૂત્રો તેમજ સ્મૃતિગ્રંથામાં આવતાં ગૃહસ્થાશ્રમને લગતાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનાં વિધાના તેમની સામે
૧. સોધપ્રકરણ પા. ૧૩ ગા. ૨૬-૨૭. ૨. સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ.