________________
२९
હતાં જ. તે સાથે જ નિગ્રંથ સાહિત્યમાં મળતાં ગૃહસ્થધર્મનાં વિધાને પણ તેમના જેવામાં આવ્યાં. બન્નેની તુલના કરતાં તેમને જણાયું હોવું જોઈએ કે ગૃહસ્થવર્ગ એ સમગ્ર સમાજનું મધ્યબિંદુ છે. બધા આશ્રમ છેવટે એની આસપાસ ગોઠવાય છે અને વિકસે છે. એવા ગૃહસ્થવર્ગ માટે કેવળ આ ન કરવું, તે ન કરવું ઈત્યાદિ વિધાને એ જીવનધર્મ માટે પૂરતાં નથી. જો નિવૃત્તિપરાયણ સાધુસંઘ માટે પણ તેને યોગ્ય પ્રવૃત્તિનાં વિધાને આવશ્યક છે તે ગૃહસ્થવર્ગ માટે તે એવાં સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્રવૃત્તિ વિધાનની તેથીય વધારે આવશ્યકતા છે. આવા વિચારથી જ જાણે તેમણે ધર્મબિંદુપ્રકરણની રચના કરી હોય એમ લાગે છે. ધર્મબિંદુમાં આ. હરિભદ્ર દર્શાવ્યું છે કે ગૃહસ્થ તરીકે સમ્યગ્દષ્ટિ અને અણુવ્રતો ધારણ કરવા હોય તોય તે પહેલાં પૂર્વતૈયારીરૂપે ઘણું કરવાનું રહે છે. તેથી તેમણે શ્રાવકધર્મની પૂર્વતૈયારી લેખે ગૃહસ્થો માટે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થને મેળ બેસે એવાં થોડાં પણ મહત્ત્વનાં વિધાને કર્યો. આવાં વિધાને વૈદિક ધર્મસૂત્રો અને સ્મૃતિગ્રંથોમાં તો છે જ, પણ આ. હરિભદ્રને તે એ વિધાને જન સમાજને ઉદ્દેશી કરવાનાં હતાં. તેથી તેમણે એવાં પ્રવર્તક વિધાને અસંદિગ્ધ ભાષામાં કર્યો. આ વિધાન સ્મૃતિગ્રંથો જેટલાં વિસ્તૃત નથી, પણ જેટલાં છે તેમાં કઈ પણ વર્ણ કે વર્ગના ગૃહસ્થને વ્યવહારજીવનમાં કેમ વર્તવું એને ઉકેલ આપે જ છે. આ. હરિભદ્રનાં એ પ્રવતક વિધાને “માર્ગનુસારી ગુણ કહેવાય છે. સંખ્યામાં એ પાંત્રીસ જ છે, પણ તે સળંગ ગૃહસ્થજીવનનાં બધાં જ પાસાંને સ્પર્શ કરતાં હાઈ બહુ મહત્ત્વનાં છે. એમનું આ સર્જન એ જન પર પરા માટે જેટલું મૌલિક છે તેટલું જ તેની પૂર્વકાલીન એકદેશીયતાનું પૂરક હેઈ વિશિષ્ટ પણ છે.
એ માર્ગનુસારી પાંત્રીસ ગુણો યા પ્રવૃત્તિવિધાને વિશેષ