________________
જિજ્ઞાસુએ ધર્મબિંદુમાંથી જાણી લેવાં. અહીં તો તે વિધાનનું પ્રવર્તક સ્વરૂપ કેવું છે તે બતાવવા પૂરતું તેમાંથી થોડાંક વિધાનેનું નિરૂપણ કરીશું: (૧) ગૃહસ્થ અર્થોપાર્જન માટે ધંધો કર્યો અને કઈ દૃષ્ટિથી કરવો એ દર્શાવતાં તેઓ કહે છે કે જે જે વ્યક્તિને જે જે કર્મ-પ્રવૃત્તિ પરંપરાથી પ્રાપ્ત હોય તે તેણે કરવી, શરત એટલી કે તે નિંદ્ય ન હોય અને શક્તિ બહારની ન હોય તેમજ તે ન્યાયપૂર્વક હેાય. એમાં ખાસ ભાર છે તે પ્રામાણિકતા ઉપર. (૨) લગ્નની બાબતમાં વિધાન કરતાં તેઓ કહે છે કે જેઓનાં કુલ, શીલ, ખાનપાન આદિમાં સમાનતા હોય અને જેઓ એક જ ગોત્રના ન હોય તેઓ પરસ્પર વિવાહ સંબંધ કરે. અહીં એમને ખાસ ભાર શીલ, સ્વભાવ, વ્યવહાર આદિની સમાનતા ઉપર છે. (૩) ગૃહસ્થ કેવી રીતે જીવન ચલાવે એ બાબત વિધાન કરતાં તેઓ કહે છે કે પિતાની સંપત્તિ પ્રમાણે જ વેષ રાખવો અને આવક પ્રમાણે જ ખર્ચ કરવો. (૪) વડીલો પ્રત્યે કઈ રીતે ગૃહસ્થ તે એનું વિધાન કરતાં કહ્યું છે કે માતા-પિતા જેવાં વડીલોની ઉપાસના કરવી અને જે ચારિત્ર કે જ્ઞાનથી શ્રેષ્ઠ હોય તેની પણ સેવા કરવી. એ જ રીતે દેવ અને અતિથિની સાથે દીન કે નિર્બળ જનની પ્રતિપત્તિ અર્થાત્ આદર કરવાનું પણ વિધાન કરે છે. આમાં વધારે ધ્યાન ખેંચે એવું તેમનું વિધાન પિતાના આશ્રિત જનની સંભાળ લેવા પરત્વે છે. તેઓ કહે છે કે આશ્રિતવર્ગનું પેષણ કરવું એટલું જ બસ નથી, પણ તેને ઉચિત કાર્યમાં જોડી રાખો. વળી આશ્રિતવર્ગ શું શું ઇચ્છે છે તે ભણું પણ દષ્ટિ રાખવી અને તેને સંકટમાંથી બચાવવા પણ ચત્ન કરો. એ જ રીતે એવા પિષ્યવર્ગનું વર્તન નિંદાયોગ્ય બનતું હોય તો તેની પણ ભાળ રાખવી અને પોતાના ગૌરવની રક્ષા કરવી, ઈત્યાદિ. - આ. હરિભદ્ર પહેલાંનાં પઉમચરિયલ, વસુદેવહિંદીર, આવ
૧. ઉદેશ ૪, ગાથા ૬૪ થી આગળ. ૨. પા. ૧૮૩ થી (આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકાશિત).