________________
૧૪ સાધનાને આધારે શ્રી કલ્યાણવિજયજીએ પિતાની યાદી તૈયાર કરી છે. એમાં ૮૮ ગ્રંથને સમાવેશ થાય છે. તેઓએ પ્રાપ્ય, અપ્રાપ્ય, શંકિત અને સંભવિતતાની કેટિને પણ ઠીક ઠીક ઊહાપોહ કર્યો છે. શ્રી હીરાલાલ કાપડિયાએ અનેકાંત જયપતાકાની અંગ્રેજી પ્રસ્તાવના (ભાગ ૧)માં શ્રી હરિભદ્રને નામે ચડેલા એવા ૮૭ ગ્રંથની યાદી આપી છે, અને સાથે સાથે અનેકાંતજયપતાકાના બીજા ભાગની પ્રસ્તાવનામાં એ બધા ગ્રંથની સમીક્ષા કરી એમાંથી જેટલા નિશ્ચિત રીતે શ્રી હરિભદ્રના જ છે તે તેમણે પ્રમાણે સાથે જુદા તારવ્યા છે, તેમજ તે ગ્રંથના વિષયને ટૂંક પરિચય પણ આપ્યો છે. આમાં આજ સુધી નહિ નેંધાયેલા એવા પણ કેટલાક ગ્રંથને સમાવેશ થાય છે.૧ આ બન્ને યાદીઓને સામે રાખી મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે પરામર્શ કરી અમે એક સ્વતંત્ર યાદી તૈયાર કરી છે. (જુઓ પરિશિષ્ટ ૬.)
આ. હરિભદ્રસૂરિના સાહિત્યના અવલોકન પરથી તેમણે આપેલા ફાળાની વિગતવાર ચર્ચા કરીએ તે પહેલાં એટલું ટૂંકમાં નેધવું જરૂરી છે કે આગમોની ટીકા સંસ્કૃતમાં રચનાર સૌથી પહેલા શ્રી હરિભદ્ર જ છે. જેમાં કોઈ મતનું ખંડન ન હેતાં માત્ર તટસ્થભાવે
૧. દા. ત. ભાવનાસિદ્ધિ, આત્મસિદ્ધિ, અનેકાંતસિદ્ધિ, વર્ગકેવલિસૂત્ર વગેરે. પરંતુ કેટલાક જે નિશ્ચિત રીતે શ્રી હરિભદ્રના કહી શકાય એમ છે એવા છૂટી પણ ગયા છે; જેમ કે યોગશતક, લઘુક્ષેત્રસમાસ વગેરે. (જુએ પરિશિષ્ટ ૬)
૨. આગમગ્રંશે પરની જૂની ટીકાઓ, નિયુક્તિઓ, ભાષ્ય અને ચૂણિઓ આ.હરિભદ્રના પહેલાં પ્રાકૃતમાં લખાયેલી મળે છે. નન્દીસૂત્ર પરની જિનદાસગણુની ચૂર્ણિ ઈ. સ. ૬૭૭માં પૂર્ણ થઈ હોવાનું મનાય છે. તે પણ પ્રાકૃતમાં જ છે. કોઈ પણ આગમગ્રંથ પર જૂની સંસ્કૃત ટીકા જાણમાં ન હોઈ એમ કહી શકાય કે આ ફેરફાર આ. હરિભદ્રથી જ શરૂ થયો હતો, જે ઉત્તરકાળમાં પણ ચાલુ રહ્યો છે.