________________
તદ્દન અલિપ્ત રહી શકે અને વાદકથામાં જ રસ લે એવી આશા. કાંઈક વધારે પડતી ગણાય. વિચાર કરતાં એમ લાગે છે કે શ્રી હરિભદ્રે જયારે અનેકાંતજયપતાકા લખી ત્યારે દાનિક બહુમુખી વિદ્વત્તા હેાવા છતાં તેમનું માનસ કાંઈક અંશે પ્રતિવાદીએ ઉપર વિજય મેળવવા ભણી વળેલું. તેથી જ તેમણે પ્રતિવાદીઓની ઉક્તિ-એને ‘શાક્તિ’ જેવા વિશેષણથી નિર્દેશી છે અને પેાતાના પક્ષની ચર્ચાને ‘જયપતાકા' તરીકે બિરદાવી છે. આમ છતાં અનેકાંતજય-પતાકામાં તેમનું સૂક્ષ્મ ચિંતન કે બહુશ્રુતપણું જરાય ઊતરતી કક્ષાનું નથી.
પરંતુ આ. હરિભદ્રના આત્મા સ્થિતિચુસ્ત નથી. તેમને જેમ જન્મસિદ્ધ વૈદિક પરંપરાના ત્યાગ અને શ્રમણત્વને સ્વીકાર કરવામાં વાર ન લાગી તેમ તેમને પેાતાની વિજિગીષુ વૃત્તિ દબાવી તત્ત્વજિજ્ઞાસુ વાદકથાના આશ્રય લઈ દાનિક ચર્ચા કરતાં જરાય સાચ ન થયા. તેથી તેમણે શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા ગ્રંથા રચવામાં એ જ વાદકથા અગર તેમની પેાતાની પરિભાષામાં કહીએ તે। ધર્મકથાના આશ્રય લીધેા. અનેકાંતજયપતાકામાં ચર્ચાના વિષય તેા જૈનપર પરાસમત અનેકાંત જ છે, અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પણ દૃષ્ટિ તેા અનેકાંતની જ છે. એમાં આત્મતત્ત્વ અને તેને સ્પર્શ કરતા અનેક નાના મેાટા મુદ્દાએની અનેકાંતદષ્ટિએ સ્થાપના છે. એ સ્થાપના કરતી વખતે શ્રી હરિભદ્રે જૈન દૃષ્ટિથી જુદા પડતા જૈનેતર વૈદ્ઘિક અને બૌદ્ધ બધા જ વાદેાની તલસ્પર્શી સમીક્ષા કરી છે. આ સમીક્ષામાં તેમણે અનેકાંતજયપતાકાની પેઠે તાર્કિક પદ્ધતિના ઉપયાગ તેા કર્યાં છે, પરંતુ એમાં એમણે ઇતર વાદીએ પ્રત્યે જે ઉદારવૃત્તિ અને મહાનુભાવતા દર્શાવી
*
૧. જુએ અનેકાંતજયપતાકા—શયોક્ત્તિમિમ હિતાર્ ગદાન (લે. ૬ સુરજીવાત્ વા શોશીનામ્ ( લેા. ૭), શટોfવિમૂઢા-(લેા. ૯). ૨. જુએ અષ્ટપ્રકરણ, ૧૨મું વાદીષ્ટક.