________________
૧૮
શ્રી હરિભદ્ર ગુણસેન અને અગ્નિશમના નવ ભવની કથા અવાન્તર આખ્યાને તેમજ પ્રાસંગિક સુભાષિતે અને ઉપદેશ સાથે એવી સચોટ શિલીએ રચી છે કે તે વાંચનારનું ચિત્ત જીતી જ લે છે. તેથી જ એના પ્રત્યે અર્વાચીન વિદ્વાનો પણ આકર્ષાય છે.
શ્રી હરિભદ્ર જ્યારે પ્રજ્ઞાપના, દશવૈકાલિક, અનુયોગદ્વાર આદિ જૈન આગમ પર સર્વપ્રથમ સંસ્કૃત ટીકા લખવાનું શરૂ
કર્યું ત્યારે તે તેમને પૂર્વાચાર્યવિરચિત તત્વચિંતક આગમોની સંસ્કૃતમાં માત્ર સમજૂતી જ આપ
વાની હતી. તેથી તેમાં તેમની કઈ વિષયગત નવતા ન દેખાય તે સમજી શકાય એમ છે, પરંતુ જયારે તેઓએ તત્વચિંતન અને આચારના એક કે અનેક મુદ્દાઓને લઈ સ્વતંત્રપણે તેના ઉપર વિચારવા અને લખવા માંડયું ત્યારે તેમાં તેમનું
વ્યક્તિત્વ તદ્દન નિરાળી રીતે ઊપસી આવતું દેખાય છે. પ્રથમ તત્ત્વચિંતનને લઈ આ વિધાન સ્પષ્ટ કરીએ. તત્વજ્ઞાનને લગતા એક કે અનેક પ્રશ્નો પર આ. હરિભદ્ર એકંદર લખ્યું છે ઘણું, પણ એમના વિશિષ્ટ ફાળાને સ્પષ્ટ ખ્યાલ આપવા માટે અહીં એવાં લખાણને ત્રણ ભાગમાં વહેંચી નાખીશું: પહેલા ભાગમાં અનેકાંત જયપતાકા જેવા, બીજામાં શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા અને ત્રીજામાં વદર્શનસમુચ્ચય જેવા ગ્રંથે આવે.
અનેકાંત જયપતાકામાં આ. હરિભદ્ર જૈન પરંપરાના પ્રાણભૂત ગણાતા અનેકાંતવાદનું તર્કપુરસર સ્થાપન કરે છે અને સાથે સાથે બીજા પ્રસિદ્ધ એવા એકાંતવાદનું નિરસન કરે છે, એટલું જ નહિ, એ નિરસનમાં ગર્ભિત રીતે ઈતર વાદે પર વિજય મેળવવાની વૃત્તિ હોય તેમ પણ એ “જયપતાકા' શબ્દથી
૧. જેમકે એકાંત-નિત્યત્વવાદ, એકાંત-અનિત્યવાદ, એકાંત-સતવાદ, એકાંત-અસતવાદ વગેરે.