Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪) મનઃસ્થિરતા-ચિત્તસમાધિ તે યોગ અથવા સ્થિરપણું એ યોગ એમ પણ યોગની વ્યાખ્યા છે. કારણ કે યુજ ધાતુનો સમાધિ પામવી એ અર્થ પણ થાય છે. એટલે ચિત્તસમાધિ-મન સ્થિરતા તે યુગ. આ પણ યથાર્થ છે. ચિત્તવૃત્તિઓ જ્યાં સુધી જ્યાં ત્યાં દેડ્યા કરે ત્યાં સુધી ચિત્ત સ્થિર થાય નહિ, અને સ્થિર થાય નહિં ત્યાં સુધી સમાધિ-આત્મલીનતા પામે નહિં. ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે સમાધિ-આત્મલય પામે. આ યુગમાં મનને જય કરે, મનને સાધવું એ જ મુખ્ય વસ્તુ છે. આ મન ખરેખર ! “દુરારાધ્ય છે, રીઝવવું–વશ કરવું મુશ્કેલ છે. * ગીતામાં કહ્યું છે કે “આ ચંચલ મન મથન કરનારું ને અત્યંત બળવાન છે. વાયુની જેમ તેને નિગ્રહ કરવો ઘણું કઠિન છે.” આ મનમર્કટના તરકટ ભારી છે! આ “મનડુ” છે તે નપુંસકલિંગી, પણ એ બધાય મરદને ટેલે મારે છે-ઠેબે ચડાવે છે ! બીજી વાતે તે “પુરુષ” સમર્થ છે, પણ આ મનડાને કઈ જેર” કરી શકતું નથી !
મનડું કિમહી ન બાઝે હે કુંથુજિન ! મનડું કિમહી ન બાઝે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે. કુંથુજિન. ! મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને લે; બીજી વાત સમરથ છે નર, એહને કઈ ન જેલે હો. કુંથુ.”—શ્રી આનંદઘનજી.
આ મનમર્કટને વશ કરવા માટે પ્રથમ તે એને કયાંય બાંધી રાખવું જોઈએ અથવા એના જોણું કાંઈ કામ સેંપી દેવું જોઈએ, એટલે એ વાંદરું બિચારું ભલે ચઢઉતર કર્યા કરે ! દા. ત. જેણે તે મનને જય કર્યો છે એવા પરમાત્મા વીતરાગ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી દેવું, એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકે નહિં. અથવા તે એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી દેવું, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય! ભલે વચનરૂપ પાંદડા ચૂંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકી લટકીને હીંચકા ખાય! ભલે વિશાલમતિરૂપ મૂલભાગમાં નાચ્યા કૂદ્યા કરે ! અથવા મનઃસમાધિને સુગમ ને શ્રેષ્ઠ વિધિ સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદસ્વામીજીએx પ્રદર્શિત કર્યા પ્રમાણે આ છે કે-આત્માને મનની સાથે જ વાક-કાયાથી વિજો , અને વાકાયાએ જે વ્યવહાર મનથી છોડી દે. ઈત્યાદિ પ્રકારે વૈરાગ્ય-અભ્યાસના બલથી
*"चञ्चलं हि मनः कृष्ण, प्रमाथि बलवद् दृढम् । तस्याहं निग्रहं मन्ये, वायोरिव सुदुष्करम् ॥" x“युञ्जीत मनसात्मानं, वाक्कायाभ्यां वियोजयेत् । मनसा व्यवहारं तु त्यजेत्वाक्काययोजितम् ॥"