Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૬
એવું કૌશલયુક્ત ગુપ્તપણુ–સંરક્ષણ કરવું, યતના-જાળવણી કરવી કે જેથી ઉપયાગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, ‘સ્વરૂપગુપ્ત ' થાય. હવે જ્યાં સુધી દેહુ છે ત્યાં સુધી તે મન-વચન-કાયાના ચેગની કઇ ને કઇ પ્રવૃત્તિ થવાની જ. ત્યારે તે કેમ કરવી કે જેથી કરીને આત્મસ્થિરતાને આધ ન આવે ? તે કે મન-વચન-કાયાના યાગની પ્રવૃત્તિ કરવી પડે તે એવી સભ્યફ કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સયમન રહે એવા એકાંત આત્મસંયમના હેતુથી જ મન-વચન-કાયાની સમ્યક્ પ્રવૃત્તિ કરવી, અને તે પણ નિજ સ્વરૂપને નિરંતર લક્ષ રાખીને તથા આપ્ત પુરુષની આજ્ઞાને આધીનપણે જ,-આત્મસ્વરૂપને લક્ષ ચૂકીને કે સ્વચ્છંદે નહિ જ. આવી જે સંયમહેતુક મન-વચન-કાયાની સમ્યક્ પ્રવૃત્તિ તેને ‘સમિતિ ' એવુ. યથાર્થ નામ આપ્યું છે. એટલે કે યતનાથી ચાલવું, યતનાથી ખેલ, પતનાથી ઇચ્છવું, ચૂતનાથી લેવું-મૂકવુ', ચતનાથી ઉત્સર્ગ કરવા, તે ઇયંસમિતિ આદિ પાંચ સમિતિ પ્રસિદ્ધ છે. અને આવી જે સમ્યક્પ્રવૃત્તિ તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાય અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, મુખ્યપણે તે વર્તે દેહ પ ́ત જો;
ઘેાર પરીષહુ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાનેા અત જો ...અપૂર્વ
64
સંયમના હેતુથી ચેાગ પ્રવર્ત્તના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.
....અપૂર્વ અવસર એવા કયારે આવશે ?”—શ્રીમદ્ રાજચદ્રજી,
અને પરમાથી વિચારીએ તે આત્માનુ સ્વરૂપ વિષે સવરથી સ'વૃત થવુ' ગુપ્ત થવુ' તે જ ગુપ્તિ, આત્માનુ સ્વરૂપને વિષે વિચરવુ. તે ઇર્યાંસમિતિ, દેહાથિી મિન્ન એવા હું આત્મા છું એ નિરંતર દૃષ્ટિસન્મુખ રાખી સાપેક્ષ પરમાસત સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ, આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઇચ્છત્રી તે એષણાસમિતિ, સ્વભાવનું આદાન-ગ્રહણ કરવું અને વિસાત્ર-પરભાવને! ત્યાગ કરવા તે આદાનનિક્ષેપ સમિતિ, અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી શુદ્ધ સ્ત્રભાવસ્થિત આત્મવસ્તુને ઉત્સગ કરવેશ-આત્મસિદ્ધિ કરવી તે પારિષ્ઠાપનિકા અથવા ઉત્સ સમિતિ. આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ મળીને · અષ્ટ પ્રવચન માતા' કહેવાય છે, અને તે સમસ્ત ધર્મવ્યાપારમાં સાધારણ-વ્યાપક છે, એટલે શ્રી યશવિજયજીએ કરેલ વ્યાખ્યા પ્રમાણે ‘ સમે તેનું તણાવાળ ધર્મયાત્રે ચોળત્ત્વ' એ ચેગનું ઉક્ત લક્ષણ સમ્યક્ છે.
આ ‘વાળવું ને વહેમૂદ: જોવધ્યામનામ વત્ ।
સામ્યમેદુહાનું ન થવા નિષ્કલ,હ્મનામ્ । --—સમાધિશતક,