________________
વીતરાગસ્તવ સવિવેચન
આ “ભવકાન્તારમાં”—ભવારણ્યમાં “જન્મીઓના”-જન્મધારી સંસારીઓના જન્મનું આ જ ફલ છે કે જેનું ચરિત્ર પવિત્ર છે એવા ભગવાનની ગુણગાથા ગાઈને–ભગવદુગુણગાનના નિર્મલ ગંગાજલમાં નિમજજન કરીને પિતાની વાણીને પવિત્ર કરવી,-ભગવદ્ગુણાનુવાદને રસાસ્વાદ લઈને પિતાની રસનાને ધન્ય કરવી. નહિં તે ભગવદુગુણગાન વિના બીજી કઈ રીતે વાણની પવિત્રતા સંભવતી નથી અને જન્મ નિષ્ફળ છે.
આચાર્યજી હેમચન્દ્રજી આત્મલઘુતા નિવેદે છે–
क्वाहं पशोरपि पशु तिरागस्तवः क्व च । उत्तितीर्घररण्यानी, पद्भ्यां पङगुखिास्म्यतः॥७॥
ક્યાં હું પશુથી પણ પશુ? વીતરાગસ્તવ ક્યાંહિ? પદથી અટવી લઘતા, પંગુ સમ હું આંહિ. ૭
અર્થ –ક્યાં હું પશુથી પણ પશુ ? અને ક્યાં વીતરાગસ્તવ ? એટલા માટે બે પદથી–પગથી મોટી અટવી પાર ઉતરવા ઇચ્છતા પંગુ–પાંગળા જે હું છું.
વિવેચન રેસે ગિરિ ઉપર વિરખફલ તરિક, બાવનુ પુરુષ કે ઉમરૈ ઉતાવરો. -બનારસીદાસજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org