________________
અશાક વૃક્ષ : સુરપુષ્પ વૃષ્ટિ
૧૨૧
કવિઓ જાણે થાક્તા જ નથી ! આદિપુરાણમાં મહાકવિ જિનસેનાચાર્યની જેમ, કલ્યાણ મંદિરમાં મહાકવિ સિદ્ધસેન દિવાકરની જેમ, ભક્તામરમાં મહાકવિ માનતુંગાચાર્યની જેમ, અત્રે મહાકવિ હેમચંદ્રાચાર્યે પણ તેનું ઉત્તમ કવિત્વપૂર્ણ રોચક વર્ણન કર્યું છે, આ ગુણગાનમાં કવિતાસુંદરીને વારંગભૂ પર યથેચ્છ નૃત્ય કરાવતાં મહાકવિ હેમચંદ્રનું કવિહૃદય પણ જાણે ભક્તિઆનંદથી નૃત્ય કરી રહ્યું છે ! આટલી સામાન્ય પ્રસ્તાવના કરી હવે પ્રથમ કલેકને ભાવ વિચારીએ.
અત્રે અશેક પ્રાતિહાર્યનું વર્ણન છે, તેને ચિત્યવૃક્ષ પણ કહે છે. અશેકવૃક્ષને વણ રક્ત-રાતે છે, તેના પુષ્પોની સુગંધથી આકર્ષાઈને ભમરા ત્યાં ગૂંજી રહ્યા છે. આ પરથી મહાકવિ-બ્રહ્મા હેમચંદ્રાચાર્યજી સુંદર ઉભેક્ષા કરે છે–ભ્રમરોના ઝૂજારથી આ અશોકવૃક્ષ જાણે ગાન કરતે હાયની “ચલ દલેથી”-ચલાયમાન થતા પાંદડાથી જાણે નૃત્ય કરતે હેયની ! હારા ગુણગણેથી “રક્તઅનુરાગી થઈને જાણે “રક્ત”—રાતે થયે હેયની! એમ તે મેદે છે–આનંદે છે. કવિ વિધાતા જડ સૃષ્ટિને પણ ચૈતન્યવંતી બનાવી દે છે, મડદામાં પણ પ્રાણ પૂરે છે એ ઉક્તિ અત્રે ચરિતાર્થ થતી જણાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org