________________
ભગવઆલંબન ચિત્તવૃત્તિ થકી ફલપ્રાપ્તિ ૩૪૯
અર્થ –અપ્રસન્ન થકી ફલ કેમ પ્રાપ્ત થવા ગ્ય છે? એ (કહેવું) અસંગત છે; વિચેતન–ચેતના રહિત એવા, ચિન્તામણિ આદિ પણ શું નથી ફળતા?
વિવેચન નીરાગી સેવે કાંઈ હેવે, ઇમ મનમેં નવિ આણું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે
–શ્રી યશોવિજયજી તે પછી કઈ કહેશે કે–અપ્રસન્ન” થકી જે પ્રસન્ન થયા નથી–રીઝીને જેણે કૃપાપ્રસાદ કર્યો નથી એવા આ વીતરાગ દેવ થકી ફલ કેમ પ્રાપ્ત થવા ગ્ય છે? તો એ કહેવું અસંગત છે–સંગત નથી, અઘટમાન –અણઘટતું છે. કારણ કે ‘વિચેતન”-વિગતચેતનચેતનારહિત-જડ એવા ચિન્તામણિ આદિ પણ શું નથી ફળતા? તે પછી શુદ્ધ ચૈતન્યમૂર્તિ અચિંત્ય ચૈતન્યચિંતામણિ એવા વીતરાગ દેવ શું નહિં ફળે? શું અચિંત્ય ફળ નહિં આપે ? કે પ્રત્યે પ્રસન–અપ્રસન્ન નહિં થતા તમારા વીતરાગ દેવને સેવ્યાથી ફલ કેમ પ્રાપ્ત થશે? તેને આ સીધે સાદે ઉત્તર છે.
અપ્રસન્ન એવા વીતરાગ થકી ફલની પ્રાપ્તિ શી રીતે હોય ? એ શંકા જ અસ્થાને છે. કારણ કે “તદાલંબન ચિત્તવૃત્તિ થકી”—જ ભગવના આલંબનવાળી x" कथं तहि तत्कलमिति ? उच्यते-तदालम्बनचित्तवृत्तेः, तदाधिपत्यतः __ तत एव तद्भावात्, चिन्तामणिरत्नादौ तथादर्शनादिति वक्ष्यामः ।"
–લલિતવિસ્તરા સૂત્ર ૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org