________________
૩૫૦
વીતરાગસ્તવ સવિવેચન ચિત્તવૃત્તિ થકી તે નમસકારાદિ ભક્તિક્રિયાનું ફલ છે, અને તેમાં ભગવંતનું જ આધિપત્ય છે, કારણ કે તે ભગવંત થકી જ ચિત્તવૃત્તિને તદુભાવ છે, એટલે તેના થકી જ કિયાફલનું હોવાપણું છે,–ચિન્તામણિ રત્નાદિમાં પણ તેવા પ્રકારે દેખાય છે. અર્થાત્ અદ્ભુત છે મહિમા જેને એવા ચિન્તામણિરત્ન આદિમાં પ્રણિધાન આદિ થકી ઉપજતું ફલ જેમ તે ચિત્તામણિરત્નાદિ થકી થાય છે એમ લેકમાં પ્રતીતિદર્શન છે; તેમ તે ચિન્તામણિ– રત્ન કરતાં પણ અનંતગુણવિશિષ્ટ અચિંત્ય ચિંતામણિરત્ન સમા ભગવંતમાં ચિત્તન્યાસરૂપ પ્રણિધાન આદિથી–ચિત્તવૃત્તિના અનુસંધાન આદિ ભક્તિ-આરાધન થકી જે ફલ ઉપજે છે. તે પ્રશસ્ત ચિત્તવૃત્તિના તકલજનક હેતુઓમાં પ્રધાનપણાએ કરીને–સર્વોપરિપણુએ કરીને તે ભેગવંતે જ અધિપતિઓ છે. એટલે અધિષ્ઠાતા (Dominating) એવા તે ભગવંતોના આધિપત્યને લીધે તે ફલ ભગવંતે થકી હોય છે.
“અતિશય મહિમા રે અતિ ઉપગારતા, નિર્મલ પ્રભુગુણ રાગ; સુરઘટ સુરમણિ સુરતરુ તુચ્છ તે,
જિનરાગી મહાભાગ”–શ્રી દેવચંદ્રજી બાહ્ય સેવા કરતાં હા આજ્ઞાપાલન વધારે મોટું– वीतराग! सपर्यातस्तवाज्ञापालनं परम् । आज्ञाऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org