Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 432
________________ મહાદેવસ્તાત્ર કાવ્યાનુવાદ કાવ્યાનુવાદ કર્તા– ઠો ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. રચું સ્તોત્ર મહાદેવનું, હેમચન્દ્ર સૂરિપાદ; દાસ ભગવાન્ તેને કરે, ગુર્જરીમાં અનુવાદ. મંગલાચરણ દેહરા અભયદાયી સૌ ભૂતને, પ્રશસ્ત મંગલરૂપ; પ્રશાંત દર્શન જાસ તે, તેથી “શિવ” સ્વરૂપ. ૧ મહત્ત્વથી ઈશિત્વથી, જે “મહેશતા પ્રાપ્ત; રાગદ્વેષ વિમુક્ત તે, વંદું હુ જિનનાથ. ૨ સાચા “મહાદેવ’ કેણુ? લોકાલોક પ્રકાશતું, મહાજ્ઞાન જેમાંય; મહાદયા દમ ધ્યાન જ્યાં, તે “મહાદેવ” કહાયે. ૩ અને સાચા શિવસ્વરૂપનું પ્રતિપાદન કરી આડકતરી રીતે ગર્ભિત અર્થથી (Implied meaning) સૂચવી દીધું કે લૌકિક મતમાં જે શિવ મનાય છે તે વાસ્તવિક શિવ નથી, કારણ કે સ્ત્રી-શસ્ત્રાદિથી અંક્તિ હોઈ તેનું બાહ્ય દર્શન પણ અપ્રશસ્ત, અમંગલ અને અશાંત જણાય છે. ૧. પ્રાણી. ૨. મહતપણુથી–મોટાપણાથી જે મહાન કાર્ય કરે તે મહાન. ૩. ઈશ્વરપણથી જેનામાં જ્ઞાનાદિ ઐશ્વર્યા હોય તે ઈશ્વર. ૪. રાગ-દ્વેષ-મહામે હાદિ ચોર જે આત્માનું અનંત જ્ઞાનધન લૂંટી રહ્યા છે. ૫. જીતવા મુશ્કેલ. ૬. બાકીના તો નામથી મહાદેવ છે, ભાવથી નહિ. ૭. આવિર્ભાવ, પ્રકટપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446