________________
૩૪૮
વીતરાગસ્તવ સવિવેચન અત્રે દૃષ્ટાંતર શીતથી પીડિત જને પ્રત્યે અગ્નિ જેમ શ્રેષ વા રાગ પામતો નથી, વા તમે મને ભજે એમ તેઓને આહ્વાન કરતો નથી, બલાવતો નથી, તે પણ તેને આશ્રિત જને ટાઢ ઉડાડવારૂપ પિતાનું ઈષ્ટ ફળ અનુભવે જ છે. તેની જેમ જેઓ ત્રિભુવનભાવના પ્રભાવક એવા તીર્થકરોને ભક્તિથી સમ્યકપણે ઉપાશ્રિત છે–આવીને આશ્રય કરે છે, તે જ ભવ–શીત દૂર કરી, સંસારની ટાઢ ઉડાડી શિવને-મોક્ષને પામે છે,–“મશીનમાહ્ય ચાન્તિ શિવમ્ ” તાત્પર્ય કે-જે કે તે વીતરાગ રાગાદિથી રહિતપણને લીધે પ્રસાદ પામતા નથી, પ્રસન્ન થતા નથીરીઝતા નથી, તથાપિ અચિંત્ય ચિંતામણિ સમા તે ભગવંતોને ઉદ્દેશીને–આશ્રીને અન્તઃકરણ શુદ્ધિ વડે કરીને સ્તુતિ કરનારનું અભીષ્ટ-મનોવાંછિત હોય છે, કારણ કે “તપૂર્વિકા જ અભિલષિત ફળની પ્રાપ્તિ હોય છે,”– તે અન્તઃકરણશુદ્ધિપૂર્વક જ વાંછિત ફલની સિદ્ધિ હોય છે.
અપ્રસન્ન થકી ફલ કેમ મળે? એ કહેવું અસંગત છે— अप्रसन्नात्कथं प्राप्यं, फलमेतदसङ्गतम् । चिन्तामळ्यादयःकिं न,फलन्त्यपि विचेतनाः?॥३॥ અપ્રસન્ન થકી ફલ કેમ સાંપડે?
એહ અસંગત હેય; ચિન્તા રત્નાદિક શું ના ફળે,
હોય વિચેતન તો ય...તુજ આજ્ઞાથી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org