________________
૧૫૦
વીતરાગસ્તવ સવિવેચન - તે પછી પ્રશ્ન થશે કે આ પરદશનીએ આ કલ્પિત સરાગી દેવ પ્રત્યેને રાગ કેમ છેડતા નથી ? તેને ઉત્તર છે તેમને “દષ્ટિરાગ”—દષ્ટિનું રંગીનપણું. દષ્ટિ આડે રંગીન કાચ ધર્યાથી જેમ રંગીન જ દર્શન થાય છે, તેમ દષ્ટિરાગથી રંગાયેલી દષ્ટિથી રંગાયેલું જ દર્શન થાય છે. આ દેવ મારા કપેલા છે–“મારા છે માટે સાચા છે” એમ દષ્ટિને રાગને રંગ લાગ્યાથી તેઓ દષ્ટિરાગથી તે સરાગી દેવને જ સરાગપણે દેખ્યા કરે છે! જગતમાં ત્રણ પ્રકારના રાગ પ્રવર્તે છે—કામરાગ-સ્નેહરાગ-દષ્ઠિરાગ. તેમાં “કામરાગ” –વિષયેચ્છાજન્ય રાગ અને “સ્નેહરાગ’–સ્વજનાદિનેહસંબંધજન્ય રાગ તે તે સહજમાત્રમાં નિવારણ કરી શકાય એવા છે, પણ પાપીઓ દષ્ટિરાગ તે સંતને પણ દુછેદ”—ઉચ્છેદ દુષ્કર છે.
દષ્ટિરાગ અને સમ્યગદષ્ટિપણું એ બન્ને કેવળ જુદી વસ્તુ છે. જેમ રંગીન કાચ આંખ આડે ધર્યો હોય તે બધુંય રંગાયેલું દેખાય છે, પણ તે કાચ આંખ આડે ન હોય તે સ્પષ્ટ બરાબર દેખાય છે, તેમ દષ્ટિરાગથી જે દર્શન થાય છે તે તેવા રાગભાવથી રંગાયેલું ને મલિન હેઈ અસભ્ય હાય છે; અને સમગ્ર દષ્ટિથી જે દર્શન થાય છે તે રાગભાવના અનુરંજન વિનાનું નિર્મલ ને સ્વચ્છ હોઈ સભ્ય હોય છે. પિતાના કુલ–સંપ્રદાયના આગ્રહથી અને તજજન્ય રાગથી દેવ-ગુરુ-ધર્મનું માન્યપણું કરવું તેમાં, અને તત્ત્વથી દેવ–ગુરુ-ધર્મનું શુદ્ધ સમ્યફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org