________________
૧૭૦.
વીતરાગસ્તવ સવિવેચન અર્થ–અપ્રમાણ એવા સૃષ્ટિવાદરૂપ કુવાદને સર્વથા મૂકી દઈને હે નાથ ! તેઓ હારા શાસનમાં રમે છે, કે. જેના પર તું પ્રસાદ કરે છે.
વિવેચન ધન ધન શાસન શ્રી જિનવરતણું.”—શ્રી યશોવિજ્યજી
આમ કઈ પણ યુક્તિથી વિચારતાં આ સૃષ્ટિવાદજગકર્તવવાદ એક ક્ષણભર પણ ટકો નથી, માટે સર્વથા અપ્રમાણ એવા આ “કુવાદને”—દુર્વાદને સર્વથા મૂકી દઈને હે નાથ ! તેઓ હાર શાસનમાં રમે છે, કે જેના પર તે પ્રસાદ–અનુગ્રહ કરે છે.
તાત્પર્ય કે–આમ જગકર્તુત્વવાદનું સર્વથા ઉત્થાપન થતાં આપોઆપ જ ગકર્તાનું ઉત્થાપન થયું, એટલે તે વીતરાગ દેવને કઈ જગકર્તારૂપ પ્રતિપક્ષ પણ રહેવા. પાપે નહિં.
| ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં
સકાવ્યાનુવાદ-વિવેચનમાં– જગતકર્તવવાદનિરાસરૂપ સપ્તમ પ્રકાશ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org