________________
२६०
વીતરાગસ્તવ સવિવેચન અર્થ—અસંગ જોશ, નિર્મમ કૃપાત્મા, મધ્યસ્થ જગત્રાતા એવા ત્યારે હું અનંક” કિકર છું.
વિવેચન સેવા ગુણ રંજ્યા ભવિજનને, જે તુમ કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહા, નિર્મમ ને નિરાગી?”
–શ્રી મેહનવિજયજી અત્રે વિરોધાભાસી વિશેષણોથી વીતરાગ ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવન ! તું “અસંગ”—સંગ રહિતપરિગ્રહાદિ ગ્રંથ રહિત છે, “જનેશ”—જનોને ઈશ-લેકે પર રાજ્ય ચલાવનાર છે. જે અસંગ છો જનેશ શી રીતે ? એમ વિરોધ આવે છે. તેને પરિહાર બીજા બેદ્રઢ વિશેષણથી કર્યો છે. તું નિર્મમ કૃપાત્મ છે. અર્થાત્ તું નિર્મમ-મમતા રહિત છે, એટલે “અસંગ”— આસક્તિ રહિત છે, અને કૃપાત્મક છે-કરુણામય છે, એટલે જનોના મન જીતી લીધા હોવાથી તું “જનેશ”_ લેકેશ છે. અને આમ નિર્મમ અને કૃપાત્મ છે, એટલે જ તું મધ્યસ્થ જગત્રાતા છે એ વિરોધી ઠંદ્રને પણ ખુલાસે મળી જાય છે. તે આ પ્રકારે –તું “મધ્યસ્થ– મધ્યમાં સ્થિત–રહેલો છે છતાં “જગત્રાતા”—જગને ત્રાતા-રક્ષણકર્તા છે, જગની મધ્યમાં છતાં જગત્રાતા શી રીતે એ વિરોધ આવે છે. તેને પરિહાર–તું “મધ્યસ્થ – રાગ-દ્વેષરહિત નિષ્પક્ષપાત છે અને જગને દુર્ગતિમાં પડતું અટકાવનાર-જગને ત્રાતા–રક્ષણહાર છે. અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org