________________
તાર તાર ! પ્રભુ! હવે ઉપેક્ષા મ કર ! ૩૦૩
તારે તે “તીર્થ” એમ કહેવાય છે. હું લેકમાં કહેવાતા અનેક તીર્થો ભયે, પણ તેઓમાં “તારક”— તારનાર તો તું એક જ મહારા જોવામાં આવ્યું. બીજા બધા તીર્થો તારનારા નહિં હોવાથી કહેવાતા નામ માત્ર તીર્થો છે; પણ “તીર્થ” શબ્દના ખરેખરા અર્થમાં
તારક”—તારનાર જે કઈ હોય તો તું જ છે, એટલે તું જ ખરેખરો પરમાર્થ સત્ ભાવતીર્થ છે. એટલે જ હે ભાવતીર્થ વીતરાગ દેવ! હું હારા ચરણે વિલગ્ન છું– દઢતાથી લગ્ન છું, વળગ્ય છું. માટે હે નાથ ! મને આ ભવસાગરથી તાર ! તાર !
જે પ્રભુપદ વળગ્યા તે તાજા, બીજા અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે... શ્રી અરજિન ભવજલને તારુ.”
–શ્રી યશોવિજયજી
હાર પ્રસાદે આટલે પહોંચાડવો, હવે આ ઉપેક્ષ!— भवत्प्रसादेनैवाहमियती प्रापितो भुवम् । औदासीन्येन नेदानी, तव युक्तमुपेक्षितुम् ॥८॥ તુજ પ્રસાદે જ પહોંચાડિયે રે,
આટલી ભૂમિ હુંજ; હવે દાસી થી તને રે,
યુક્ત ન ઉપેક્ષવું જ રે પ્રભુજી! ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org