________________
૩૧૪
વીતરાગસ્તવ વિવેચન
ભાવ ભલે। મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંઝર ચિત્રામ.” (ઇત્યાદિ)
—શ્રી વિનયવિજયકૃત પુણ્યપ્રકાશ સ્તવન ઢાલ ૬
આમ મેં પેાતે કરેલ શુભ કે શુદ્ધભાવરૂપ સુકૃતને હું અનુમાદુ છું એટલું જ નહિ પણ અન્ય સુકૃતીઓના સુકૃતને પણ હુ અનુમાદુ છું, જેમ કે પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવા ગણી પાતાના હૃદયમાં પ્રફુલ્લિત થઈ હું ચેતન ! તું તેના પ્રત્યે ત્હારા સાચે પ્રમેાદભાવ દાખવ! અને તે તે ગુણવતની ધન્યતા ચિંતવ કે ધન્ય છે આને ! આનામાં વિદ્યા—વિનય-વિવેક-વિજ્ઞાનના કેવા વિકાસ છે! આ કેવા જ્ઞાનવાન, કેવા ચારિત્રવાન છે! ધન્ય છે આ આત્મારામી મુનીશ્વરાની પરમ નિગ્રંથ વીતરાગ વૃત્તિને! અહે। આ મહુ'તેનુ'મહા અસિધારાવ્રત! અહા આ બ્રહ્મનિષ્ઠ મહાત્માઓની બ્રાહ્મી સ્થિતિ ! આ સૌંપરાયણુ સગૃહસ્થા પણ ધન્ય છે! અને કુળને અજવાળનારી આ સતી સ્ત્રીઓને ધન્ય છે! આવા સ સુકૃતીઓના સુચરિત સ'ક્રીનને રસાસ્વાંદ લેવડાવી હૈ ચેતન ! તું હારી કરસનાને રસના' કર ! ગુણવંતની ગુણગાથા શ્રવણુ કરાવી ત્હારા શ્રવણને તું ‘શ્રવણ' કર ! અન્યના અશ્વયના પ્રસન્ન અવલેાકનથી દ્ઘારા લેાચનને તું ‘લેાચન’ (રાચન) કર! અને આમ સાચા નિભ
તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org